રેલવે ટિકિટ બુકીંગમાં થતી છેતરપિંડી અને બલ્ક ટિકિટ બુકિંગ ઉપર અંકુશ મુકવાના હેતુસર રેલવેએ ટૂંક સમયમાં જ આધારકાર્ડ આધારીત મોનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમ અમલી કરનાર છે. આ સિસ્ટમ અમલી બની ગયા બાદ આધારકાર્ડના નંબર વિના ઓનલાઇન ટિકિટ બુક થઇ શકશે નહીં. આધારકાર્ડ ટ્રેન ટિકિટ બુકિંગ માટે ફરજિયાત બનાવી દેવામાં આવશે. આધારકાર્ડ વગર ટિકિટ બુક નહિ થવાની સ્તિથીમાં છેતરપિંડીને રોકી શકાશે. સાથે સાથે બલ્ક ટિકિટ બુકિંગ થઇ શકશે નહીં. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે નવા બિઝનેસ પ્લાન વર્ષ 2017-2018 ની જાહેરાત કરી હતી.
નવા બિઝનેસ પ્લેનમાં જણાવવામાં આવ્યું છે કે આધારકાર્ડ આધારિત ટિકિટિંગ સિસ્ટમ ઉપરાંત રેલવે દેશભરમાં 6000 પોઇન્ટ ઓફ સેલ મશીન અને 1000 ઑટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન સ્થાપિત કરીને કેશલેશ ટિકિટિંગ દિશામાં આગળ વધશે. ઇન્ટેગ્રેટેડ ટિકિટિંગ એપ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે મેં મહિના સુધી લોન્ચ કરી દેવામાં આવશે .