આજે જો આધારનંબરને પાન નંબર સાથે જોડવામાં નહીં આવે તો પાનકાર્ડ રદ થઈ જશે તેવી ભીતિને પગલે દરેક વ્યક્તિ પોતાના આધાર નંબરને પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) સાથે જોડવા માટે લોકો કસરત કરી રહ્યો છે. જો કે આ એક માત્ર અફવા જ સાબિત થઈ છે અને ૧ જૂલાઈ એટલે કે આજ સુધીમાં આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો પાનકાર્ડ રદ નહીં થાય. સરકારે આ વિશે હજુ કોઈ નિશ્ર્ચિત તારીખ જાહેર કરી નથી.
આવકવેરા વિભાગના એક સિનિયર અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે જે લોકો ૧ જૂલાઈ સુધી પોતાના આધાર અને પાનને લિંક નથી કરાવી શક્યા તેમની પાસે ઈ-આઈટીઆરમાં યુઆઈડીએઆઈ તરફથી ઉપલબ્ધ કરાવાયેલા નંબર આપવાનો વિકલ્પ હશે અને તેને આધાર-પાનની કાયદેસર લિકિંગ માનવામાં આવશે.
ઈક્નમટેક્સ એક્ટના સેક્શન ૧૩૯એએમાં કહેવાયું છે કે પ્રત્યેક વ્યક્તિ જેને ૧ જૂલાઈ-૨૦૧૭ સુધી પરમેનેન્ટ એકાઉન્ટ નંબર ફાળવવામાં આવ્યો છે અને જે આધાર નંબર હાંસલ કરવા માટે યોગ્ય છે તેને સત્તાવાર ગેજેટમાં કેન્દ્ર સરકાર તરફથી અપાયેલી તારીખ પર અથવા તેના પહેલા નિર્ધિરિત કરાયેલી ઓથોરિટી પાસે નક્કી કરાયેલા ફોર્મ અને રીતભાતથી પોતાનો આધાર નંબર બતાવવો પડશે. કાયદામાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જે તારીખે અથવા તેના પહેલા આધાર અને પાનને લિક્ન કરાવવાની છે તેની તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.