શનિવાર, બુધવાર અને સોમવાર ના સાથે અમાસ તિથિ આવતા અમાસ નું મહત્વ ધાર્મિક રીતે વધી જાય છે. શનિવારી અમાસ પિતૃ કાર્ય અને પિતૃ નાં આશિર્વાદ મેળવવા માટે શાસ્ત્રો માં ઉતમ ગણવામાં આવે છે.
પૌરાણિક ગ્રંથોના આધારે જોઇએ તો અમાસ ના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા જાય છે. શનિવારી અમાસ નાં દિવસે પિતૃ શ્રાદ્ધ કરાવું, તર્પણ કરાવું, બ્રાહ્મણ ભોજન કરાવવું ઉત્તમ ફળદાયી રહેશે
આ અમાસ ના દિવસે ઉપવાસ અથવા તો એકટાણું રહેવું. સવારે વહેલા ઊઠીને નિત્યકર્મકરી માતા પિતા ને વંદન કરવા ત્યારબાદ સુર્ય ને અર્ઘ્ય અર્પણ કરી પિતૃઓ ની. છબી ને ચંદન નો ચાંલ્લો ચોખા કરવા ત્યારબાદ પિતૃ કાર્ય અથવા તર્પણ કરવું.
શનિવારી અમાસ ના દિવસે મહાદેવજી ને દુધ, કાળાતલ, સાકર મિક્સ કરી ચડાવું આમ કરવાથી ગ્રહપીડા દુર થશે અને સર્વ શુભકામનાઓ પુર્ણ થશે.
જે લોકોને શનિ ની નાની મોટી પનોતી ચાલી રહી છે. તેઓએ હનુમાનજી પર સરસવ નું તેલ ચડાવવું, સરસવ નાં તેલ નો દિવો કરવો, અડદ ના ૧૧ દાણા ચડાવવા, તથા હનુમાન ચાલીસા નાં પાઠ કરવાથી પનોતી નાં અશુભ ફળ માંથી મુક્તિ મળશે.
શનિવારી અમાસ ના દિવસે પીપળાનું પૂજન કરી પીપળે પાણી રેડવું પણ. પિતૃઓ ને મોક્ષ આપે છે. આ દિવસે ગાય ને ઘાસ નાખવું . ગરીબોને દાન આપવું પણ ઉત્તમ છે.
શનિવારી અમાસ ના દિવસે જન્મ કુંડળી માં રહેલ કાલસર્પયોગ, શ્રાપિતદોષ, વિષયોગ, ગ્રહણ યોગ, તથા પિતૃ કાર્ય કરવું વધારે ફળદાયક ગણાય છે.