૨૦૧૮ સુધીમાં NavIC નામનું આ GPS બજારમાં દસ્તક આપશે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટરનાં ડાયરેક્ટર તપન મિશ્રાએ જણાવ્યું છે કે, ‘આ ભારતીય રીઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ NavIC નાં નામથી GPS શરુ કરવામાં આવશે. અત્યારે આ GPS પર ટેસ્ટીંગ ચાલી રહી છે અને બજારમાં આગામી વર્ષથી તે લોકોને રસ્તો બતાવવા લાગશે.’
NavIC નો અર્થ ‘નાવિક’ નેવિગેટર છે. IRNSS-1G નાં લોન્ચિંગ બાદ પીએમ મોદીએ જ તેને આ નામ આપ્યું હતું, આ GPS દેશભરમાં ક્યારેય પણ કોઈ પણ લોકેશનનો સાચો ડેટા યુઝર સુધી પહોંચાડશે.
અમેરિકન જીપીએસ ૨૪ સેટેલાઈટથી સજ્જ છે. તેમજ તેની પહોંચ લગભગ સંપૂર્ણ દુનિયા સુધી છે. આપણું NavIC 7 સેટેલાઈટવાળું હશે અને ન માત્ર ભારતને કવર કરશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આ સિસ્ટમ ભલે જ ઓછી પહોંચવાળી છે, પરંતુ અમેરિકી જીપીએસ થી ઘણું જ વધારે સટીક હશે. ૫ મીટરની એક્યુરેસી સાથે આ સાચી સ્થિતિ બતાવવામાં સક્ષમ હશે.’
તમને જણાવી દઈએ કે, આ અંતર જેટલી નજીક હશે, જીપીએસ ની પોઝિશન તેટલી જ સટીક હશે. અમે વર્ષોથી જે GPS નો ઉપયોગ કરી રહ્યા છીએ, તેને યુએસ એ ૧૯૩૭ માં ડેવલપ કર્યું હતું. કારગીલ યુદ્ધ દરમિયાન ૧૯૯૯ જ્યારે GPS સેવાઓ બાધિત થઇ હતી, ત્યારે ભારતને નેવિગેશન સિસ્ટમની જબરદસ્ત જરૂર પડી હતી.
NavIC બાદ ભારત હવે તે દેશોની યાદીમાં સામેલ થઇ જશે, જેનું પોતાનું જીપીએસ સિસ્ટમ છે. રૂસ પાસે જ્યાં પોતાનું GLONASS તેમજ યૂરોપિયન પાસે Galileo છે. ચીન પણ પોતાના સ્વાયત જીપીએસ સિસ્ટમને ડેવલપ કરવાની રાહ પર છે. NavIC સિસ્ટમ સંપૂર્ણ દેશમાં (હિન્દ મહાસાગર સાથે) આસ-પાસનાં વિસ્તારને નેવિગેટ કરી શકશે. તેમાં ચીનનો કેટલોક હિસ્સો પણ સામેલ હશે.