લોકોના શોખ ક્યારેક-ક્યારેક પૂરા કરવા બહુ જ વિચિત્ર હોય છે. અને પોતાના શોખ પૂરા કરવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એવું જ કંઈક એક મહિલા સાથે થયું છે. તેણે પોતાના શોખ પૂરા કરવા માટે પોતાના બાળકોને વેચી દીધા. ચીનના ઝેજિઆંગના સિક્સીમાં રહેનારી એક મહિલાએ પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે પોતાના બે જુડવા બાળકોને વેચી દીધા.
સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ક્રેડિટ કાર્ડનું બિલ 6 લાખ 56 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું હતું. પોલીસે તે મહિલાની ધરપકડ કરી લીધી છે. ઓળખ માટે તેની સરનેમ મા બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે તેના પાર્ટનરની સરનેમ વૂ બતાવી છે. સ્થાનીય પોલીસે આ કિસ્સાનો ખુલાસો કર્યો છે.
જાણકારી મળી છે કે મહિલાને જુડવા બાળકોનો જન્મ થયે બે અઠવાડિયા જેટલો સમય પણ નહોતો થયો અને બંનેને અલગ-અલગ પરિવારમાં વહેંચી દીધા. જેમણે બાળકો ખરીદ્યા હતા તે લોકો મહિલાના ઘરથી 700 કિલોમીટર દૂર રહેતાં હતાં. મહિલાએ બાળકને વેચ્યા અને જે પૈસા આવ્યા તેમાંથી તેણે નવો ફોન ખરીદ્યો. બાળકને રેસ્ક્યૂ કરીને પાછા લઈ લેવાયા છે. મહિલા અને તેના પાર્ટનર પોલીસે પકડી લીધા છે.
મહિલાની ઉંમર ત્રીસથી વીસ વર્ષ બતાવામાં આવી રહી છે. જણાવીએ મહિલાએ એક બાળકને 4.5 લાખ રૂપિયામાં વેચ્યો અને બીજા બાળકને 2 લાખ રૂપિયામાં વેચ્યો હતો. તેના પછી મહિલાનો પાર્ટનર પણ તેના પાસે પૈસામાં ભાગ માગવા લાગ્યો હતો. મહિલાએ કહ્યું પૈસા ખર્ચ થઈ ગયા. પોલીસે જણાવ્યું કે મહિલાએ સપ્ટેમ્બરમાં જ પ્રીમેચ્યોર ડિલીવરીથી બે બાળકોને જન્મ આપ્યો હતો. તેના પછી તેનો પાર્ટનર હોસ્પિટલમાં મહિલાને મળવા નહોતો આવ્યો અને તેના પાર્ટનરના પરિવાર વાળા પણ ન આવ્યા. ત્યાર બાદ મહિલાને બાળકો બોજ લાગવા માંડ્યા હતા.