13 ફેબ્રુઆરી, રવિવારે સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનને જ જ્યોતિષમાં સંક્રાંતિ કહેવામાં આવે છે. દર મહિને સૂર્યના રાશિ બદલવાથી વર્ષમાં 12 સંક્રાંતિઓ આવે છે. તેમાં બધાનું મહત્ત્વ અલગ હોય છે. તે પછી સૂર્ય 14 માર્ચના રોજ રાશિ બદલીને મીનમાં જતો રહેશે. રવિવારનો સ્વામી સૂર્ય હોય છે અને આ વખતે કુંભ સંક્રાંતિ રવિવારના રોજ છે. એટલે આ પર્વનું શુભ ફળ વધી જશે
અર્ક પુરાણ પ્રમાણે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી પરિવારમાં કોઈપણ સભ્ય ઉપર કોઈ મુશ્કેલી આવતી નથી કે રોગ થતો નથી. ઉંમર વધે છે અને સાથે જ ભગવાન આદિત્યના આશીર્વાદથી જીવનના અનેક દોષ પણ દૂર થઈ જાય છે. જેથી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં પણ વધારો થાય છે. આ દિવસે ખાદ્ય વસ્તુઓ, વસ્ત્ર અને ગરીબોને દાન આપવાથી બેગણું પુણ્ય મળે છે