મુંબઇઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બેફામ રીતે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યા છે. દેશમાં બુધવારે પણ ઇંધણના ભાવ વધ્યા છે. બુધવારે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દીઠ 25-25 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે જ દિલ્હીમાં સામાન્ય પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે.
નોંધનિય છે કે, ભોપાલમાં પ્રીમિયમ પેટ્રોલ પહેલાથી 100 રૂપિયાની ઉપર જતા રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 92 રૂપિયાને પાર જતુ રહ્યો છે. પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ બે મહિના સુધી ઓઇલ કંપનીઓએ ઓઇલના ભાવ વધાર્યા ન હતા. જો કે ચૂંટણી સમાપ્ત થયા બાદ ઓઇલ કંપનીઓ દ્વારા સતત ઇંધણના ભાવ વધી રહ્યા છે.
મુખ્ય શહેરોના ઇંધણના ભાવ
બુધવારે ઇંધણના ભાવ વધતા આજે બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 92.05 રૂપિયા અને ડીઝલ 82.61 રૂપિયા લિટરે પહોંચી ગયો છે. આવી રીતે મુંબઇમાં પેટ્રોલ 98.36 રૂપિયા અને ડીઝલ 89.75 રૂપિયા લીટર, ચેન્નઇમાં પેટ્રોલ 98.84 રૂપિયા અને ડીઝલ 87.49 રૂપિયા લિટર તથા કલકત્તામાં પેટ્રોલ 92.16 અને ડીઝલ 85.45 રૂપિયા લિટરે પહોંચી ગયા છે. ભોપાલમાં પેટ્રોલ 100.08 રૂપિયા અને ડીઝલ 90.95 રૂપિયા લિટરે પહોંચી ગયા છે.
પેટ્રોલ 5.5 રૂપિયા સુધી વધશે!
એવું લાગે છે કે ક્રેડિટ સ્વીસે આગાહી કરી છે કે, પેટ્રોલના ભાવ 5.5 રૂપિયા પ્રતિ લિટર વધશે. ઓઇલ કંપનીઓ પોતાનું માર્જિન વધારવા અને ખોટ ઓછી કરવા માટે ઇંધણના ભાવ સતત વધારી રહ્યા છે.