નવી દિલ્હીઃ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. 10 કલાકથી શરૂ થયેલ વોટિંગ સાંજે 5 કલાક સુધી ચાલશે. સાંજે સાત કલાક સુધીમાં પરિણામ આવી જશે. ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી મેદાનમાં એનડીએ તરફથી વેંકૈયા નાયડૂ છે તો બીજી બાજુ વિપક્ષ તરફથી પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી છે.
પીએમ મોદી અને એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વેંકૈયા નાયડૂએ મત આપ્યો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રવાના થતાં પહેલા એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડૂએ કહ્યું કે, મને મારી જીતનો પૂરો વિશ્વાસ છે. હું કોઈ પાર્ટીનો માણસ નથી. મોટાભાગની પાર્ટીએ મારી ઉમેદવારીને સમર્થન આપ્યું છે. હું પાર્લામેન્ટના તમામ સભ્યોને ઓળખું છું અને તેઓ પણ મને જાણે છે. તેથી મારે પ્રચારની કોઈ જરૂર ન પડી. મેં દરેકને પોલાઇટ લેટર લખ્યો હતો, જેનો સારો પ્રતિસાદ મળ્યો છે. તેઓ મને સપોર્ટ કરશે તેવો વિશ્વાસ છે.