દેશભરના વેપારીઓને મળી મોટી રાહત
બીમારીનો સામનો કરી રહેલા લોકોને સરકાર રાહતનો નવો ડોઝ આપવાની તૈયારીમાં છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પોલિસી ડ્રાફટ અનુસાર દવાઓને સસ્તી કરવા માટે સરકાર ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરી શકે છે. તો જેનરિક દવાઓને વધારવા માટે બેન્ડ્સને બદલે સોલ્ટ નામ લખવાની પણ વ્યવસ્થા થશે.
ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ ડ્રાફટની કિંમતો પર રેગ્યુલેટરી મિકેનિઝમને મજબૂત કરવા માટે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (ગ્દઁઁછ)ના પુનઃગઠનની સલાહ આપવામાં આવી છે. જેમાં સ્ટોકિસ્ટ, ડિસ્ટ્રિબ્યૂટર્સ અને રિટેલર્સ દ્વારા ઓફર કરાયેલા વધારે માર્જિનથી ઇન્ડસ્ટ્રિ અને કન્ઝયૂમર્સ પર પડતી અસર વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
ડ્રાફટ પોલીસીના મતે, ‘દરેક કમિટીની સલાહ પછી ટ્રેડ માર્જિન નક્કી કરવામાં આવશે. જે દરેક માટે બરાબરી અને કિંમતો પણ ઓછી કરશે. મેન્યુફેકચરર્સથી ડિરેકટ સપ્લાય પ્રાપ્ત કરનાર ડિસ્ટ્રિબ્યૂટર્સ અથવા રિટેલર્સ પણ ટ્રેડ માર્જિન રિફોર્મમાં કવર કરવામાં આવશે.’ જેનરિક દવાઓને વધારો આપવાની કોશિશ હેઠળ ડ્રાફટમાં એ પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે સાર્વજનીક દવાઓનું વિતરણ અને ખરીદી સોલ્ટ નામથી કરવામાં આવશે. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનર્સ માટે ઇ-પ્રિસ્ક્રિપ્શનનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત એક કંપની-એક દવા, એક બ્રાન્ડ-એક ભાવની નીતિ લાગુ કરવામાં આવશે. ડ્રાફટ પોલિસીમાં કવોલિટી સ્ટાન્ડર્ડને વધારવા, અનૈતિક વ્યાપારિક ગતિવિધિઓને રોકવા, ટૂંક સમયમાં જ મંજૂરી, દેશમાં જ મેન્યુફેકચરિંગ અને રિસર્ચ ડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.