ચાર વર્ષમાં ડ્રગ્સથી મારી જિંદગ સાવ બેકાર થઈ ગઈ છે મારું મોં વાંકુ થઈ ગયું અને શરીર સાવ સુકાઈ ગયું હતું હુ એટલી હદે ડ્રગ્સ એડિક્ટ થઈ ગયો હતો કેપાંચ-પાંચ દિવસ ઊંઘતો નહીં. ડ્રગ્સના રવાડે ચઢ્યા પછી મારે મોબાઈલ, ઘરવખરી, કિંમતી વસ્તુઓ અને ત્રણ-ત્રણ ગાડીઓ વેચવી પડી આ શબ્દો છે અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા સુરેશના (નામ બદલ્યું છે). ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા સુરેશના છે પુરોહિત સાથે ખાસ વાતચીત કરી. આ વાતચીત દરમિયાન સુરેશે ડ્રગ્સના કારોબાર, ડ્રગ્સ ડીલર, ડ્રગ્સના કૉડવર્ડ અને ડ્રગ્સ એડિક્ટ બન્યા બાદ પોતાની આપવીતી સહિતની અનેક ચોંકાવનારી વાતો કરી.24 વર્ષીય સુરેશ વિધવા માતાનો એકનો એક દીકરો છે નાનપણમાં જ તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને પરિવારની જવાબદારી વર્ષોથી માતા પર આવી હતી નાની-મોટી મજૂરી કરીને માતાએ ભાઈ-બહેનને મોટાં કર્યાં હતાં. ચાર વર્ષ પહેલાં સુધી પરિવારમાં બધું જ સારું ચાલતું હતું પરિવારને આર્થિક રીતે મદદ કરવા સુરેશ નોકરી શોધવા લાગ્યો એ સમયે કોઈ ડ્રગ્સ ડીલર સાથે તેની ઓળખાળ થઈ અને આ ડીલરે એ હદે તેનું મગજ વોશ કર્યું કે તે MD ડ્રગ્સ ખરીદવા માટે મજબૂર કરી દીધો.ડ્રગ્સની દુનિયાની વાત કરતાં કરતાં સુરેશ ચોંકાવનારા ઘટસ્ફોટ કરે છે.સુરેશ કહે છે કે છોકરાઓ જ નહીં ડ્રગ્સ લેનાર છોકરીઓનું પ્રમાણ પણ એટલું જ છે. અમદાવાદ શહેરમાં પણ છોકરીઓ ખુબ જ ડ્રગ્સ લે છે.તેને કહ્યું કે સી. જી. રોડ અને એસ.જી હાઈવે આ બે વિસ્તાર એના માટે કુખ્યાત છે. અહીં છોકરીઓ બિંદાસત થી ડ્રગ્સ ખરીદે છે.આ વિસ્તારોમાં વધુ અભ્યાસ કરતી ઘણી છોકરીઓ ડ્રગ્સ એડિક્ટ થઈ ચૂકી છે.
એ લોકો ગમે તેમ કરીને વશ કરી લે છે ડ્રગ્સ અને નશાની દુનિયા સાવ અલગ જ છે. ડ્રગ્સ વેચનારા ઠાઠમાઠ જિંદગી જીવે છે. એ લોકો ગમે તે રીતે તમને વશમાં કરી લે છે. નાની-મોટી લાલચ આપી કમજોર કેકોઈ સામાન્ય વ્યક્તિનું બ્રેઈન વોશ કરી નાખે છે. આવા લોકો એના ટાર્ગેટની શોધમાં જ હોય છે. એક વખત કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે એટલે ગમે તે ભોગે તેને ડ્રગ્સ આપીને જ રહે છે.વશમાં કર્યા બાદ ડીલર તેના ટાર્ગેટને છોડતાં નથી. ક્યારેક રુપિયા ન આપે તો એકાદ વખત મફત પણ આપે છે. વશમાં લીધા બાદ તે તેની પાસે તમામ ગંદા કામ પણ કરાવે છે અને ક્યારેક ડ્રગ્સની ડિલીવરી પણ કરાવે છે. આ બધામાંથી પોતે પસાર થયો છે તે સુરેશ કબૂલ છે સુરેશે કહ્યું કે નશાના એ ચાર વર્ષે તેની જિંદગી ઝેર જેવી કરી નાખી છે. આજે તે ક્યાંયનો રહ્યો નથી અને તે ડ્રગ્સ વગર રહી શકતો ન હતો. આ દુનિયામાં પગ મૂક્યા પછી તે ચાર દિવસ, પાંચ દિવસ ઊંઘતો નહીં. ડ્રગ્સે તેના શરીરના એ બેહાલ કર્યા કે મોઢાનો નકશો જ બદલી નાખ્યો એટલું જ નહીં શરીર પણ ખોખલું કરી નાખ્યું શારીરિક, આર્થિક અને સામાજિક રીતે ડ્રગ્સે તેને સાવ બરબાદ કરી નાખ્યો છે.ડ્રગ્સના રવાડે ચઢ્યો ત્યારે સુરેશ કંઈ કામધંધો પણ ન હતો કરતો ડ્રગ્સ ખરીદવા માટે તે ઘરની એક-એક વસ્તુઓ વેચવા લાગ્યો. ડ્રગ્સ માટે તેણે પોતાના મોબાઈલ ફોન, ઘરવખરી, અન્ય કિંમતી વસ્તુઓ પણ વેચી નાખી છે. એટલું જ નહીં ત્રણ-ત્રણ ગાડીઓ પણ વેચી નાખી છે. ડ્રગ્સનો નશો તેના પર એટલો સવાર થઈ ગયો હતો કે, તેની પાસે કંઈ બચ્યું નહીં.
એક દિવસ માતાને જાણ થઈ.કે દીકરો ડ્રગ્સ લઈ રહ્યો છે વિધવા મા અને એકની એક બહેને તેને ઘણી વખત સમજાવ્યો પણ સુરેશ માન્યો નહીં. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું પણ થઈ ચૂક્યું હતું. આખરે પરિવારે ખુબ સમજ્યા બાદ સુરેશ ટ્રીટમેન્ટ માટે તૈયાર થયો. પ્રોપર મેડિકેશન માટે તેને સુરત મોકલ્યો. જ્યાં ત્રણ મહિના તે રિહેબ સેન્ટરમાં રહ્યો અને ડ્રગ્સની ચુંગાલમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. પણ જેવું ડૉક્ટરે કહ્યું હતું એવું જ થયું.સુરેશ ફરી અમદાવાદ આવ્યો અને ફરી એ લોકોના સંપર્કમાં આવતાં બીજી વખત ડ્રગ્સ એડિક્ટ થઈ ગયો.કુદરતનો આ સંકેત હતો. હું સાવ પાયમાલ થઈ ગયો હતો. લગ્ન નજીક આવ્યા ત્યારે એવો વિચાર આવ્યો કે પત્નીનું શું થશે? આ જ વિચારે મને હચમચાવી નાખ્યો. આખરે મેં નક્કી કર્યું કે આજ પછી ડ્રગ્સ નહિ લઉં આ જ વિચારે તેને મજબૂત બનાવ્યો અને ના ખબર પડતાં તે ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત થઈ ગયો.એક વર્ષથીસુરેશેડ્રગ્સની સામે જોયું પણ નહીં. આ જે તે ભૂતકાળના દિવસોની કલ્પના પણ કરી શકતો નથી. ધીમેધીમે તેની ગાડી પાટા પર ચઢી ગઈ છે. પરિવારની જવાબદારી પણ સંભાળી લીધી છે. અમદાવાદના જ કોટ વિસ્તારમાં તે સીટ કવર સિવવાનું કામ કરી રહ્યો છે અને એક સામાન્ય જિંદગી જીવી રહ્યો છે.સુરેશ એટલું જ કહે છે ડ્રગ્સથી દૂર રહેજો નહીં તો બરબાદ થઈ જશો.મારા જેવા કોઈના હાલ ના થાય એ માટે સુરેશ બંને ચેતવણી આપે છે તે એટલું જ કહે છે કે, જિંદગી ખુબ જ મહત્ત્વની છે, પરિવાર મહત્ત્વનો છે, એને સાચવો, સંભાળો અને આનંદથી રહો.