[highlight]બેંગ્લોરના ઇગલટન ગોલ્ફ રિસોર્ટ કે જયાં કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને સાચવવામાં આવ્યા છે ત્યાં આંખ ચાર થઇ જાય તેવી સુવિધાઓઃ રૂમનું ભાડુ ૭૦૦૦થી તો શરૂ થાય છેઃ રિસોર્ટ ડી.કે.બ્રધર્સનું છેઃ રિસોર્ટની આસપાસ અનેક ટુરીસ્ટ સ્પોટ પણ આવેલા છે[/highlight]
ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી પુર્વે છ ધારાસભ્યોના રાજીનામાથી સંકટમાં આવેલી કોંગ્રેસે પોતાના ૪૪ ધારાસભ્યોને બેંગ્લોરના ઇગલટન ગોલ્ફ રિસોર્ટમાં મોકલી દીધા છે. આ વર્લ્ડ કલાસ રિસોર્ટ કોંગ્રેસના સાંસદ ડી.કે. શિવકુમાર અને તેના ભાઇ કર્ણાટકમાં મીનીસ્ટર ડી.કે.સુરેશનું છે. બેંગ્લોરમાં ડી.કે.બ્રધર્સનો દબદબો છે. આ જ કારણે કોંગ્રેસે ધારાસભ્યોને સલામત રાખવાની જવાબદારી આ બંને દિગ્ગજ નેતાઓને સોંપી છે.
આ રિસોર્ટમાં હેલીપેડ, વર્લ્ડ કલાસ સ્વીમીંગ પુલથી લઇને થિયેટર સુધીની સુવિધાઓ છે. તેમાં બે રોયલ કલબ સ્યુટ, ત્રણ કલબ સ્યુટ, ૪ર એકઝીકયુટીવ સ્યુટ અને ૬૦ ડિલકસ રૂમ સામે છે. આ સિવાય ત્યાં આવતા મહેમાનો માટે સ્વીમીંગ પુલ અને ગોલ્ફ કોર્ષની સુવિધા પણ છે. અહી એક ડિલકસ રૂમનું ભાડુ રોજના ૭૦૦૦થી શરૂઆત થાય છે.
રિસોર્ટ સ્થિત ઇગલટન ગોલ્ફ કોર્સને ભારતમાં બેસ્ટ ગણવામાં આવે છે. આ રિસોર્ટની આસપાસ અનેક ટુરીસ્ટ સ્પોટ પણ છે. ૧૦ કિ.મી. દુર દેશનું સૌથી મોટુ વૃક્ષ આવેલુ છે. ર૮ કિ.મી. દુર લાકડાના રમકડા અને સજાવટના સામાન બનાવવાની જગ્યા ચનપાટના પણ છે. આ રિસોર્ટની નજીક ત્રિવેણી સંગમ અને ટીપુ સુલતાનના મહેલ પણ આ રિસોર્ટની નજીક છે. પક્ષીય અભ્યારણ રંગનાથથુ અહીથી થોડા જ કલાકો દુર છે. ઐતિહાસિક સીટી મૈસુર પણ અહીથી ૧૧૦ કિ.મી. દુર છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ મતદાન માટે તોડી ન શકે એ માટે અહી સાચવવામાં આવ્યા છે. રિસોર્ટની બહાર લખી દેવાયુ છે કે ૮મી સુધી એક પણ રૂમ ખાલી નથી અને બહારના લોકોને અંદર જવા દેવામાં આવતા નથી.