ઑસ્ટ્રેલિયન ઓપન ટુનામેચ માં નાની બેને મોટી બેન ને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યો.
સેરેના વિલિયમ્સએ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ જીતી લીધી છે. સેરેનાનો મુકાબલો પોતાનીજ બેન સાથે હતો જે તેને આસાનીથી જીતી લીધો છે. સેરેનાએ વિનસ ને 6-4, 6-4 ના સીધા સેટ થી હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. સેરેના અને વિનસ વચ્ચે આ પેહલા ઑસ્ટ્રેલિયન ઓપન માં 2003 માં સામનો થયો હતો. એ વખતે પણ ફાઇનલ જ હતી. અને એ પણ સેરેના વિલિયમ્સે જ જીતી હતી.
આ સેરેના વિલિયમ્સનો 23 ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. સેરેના વિલિયમ્સએ આ પેહલા ઑસ્ટ્રેલિયન ઓપન ટુનામેચ 2003, 2005, 2007, 2009, 2010, 2015 માં પણ પોતાના નામે કર્યા હતા.