ઓમિક્રોનના વધતા જતા કેસો વચ્ચે વિશ્વભરમાં અનેક ફ્લાઇટનું કેન્સલેશન ચાલુ છે સોમવારે 2,100 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેમાં 700 અમેરિકાની હતી માહિતી મુજબ નાતાલની રજા દરમિયાન શનિવાર અને રવિવારે અમેરિકાની 2,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જ્યારે આ સમયગાળા દરમિયાન વિશ્વભરમાં 3,500 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવતાં મુસાફરોને ભારે મુશકેલીઓનો સામનો કરવો પડ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાભરનાં દેશોમાં ફેલાઈ ગયો છે ઓમિક્રોનનું વધતાં સંક્રમણને કારણે અનેક દેશોની સરકાર ચિંતિત છે ઓમિક્રોન વેરિયન્ટનાં જોખમને ધ્યાનમાં રાખતાં જર્મન સરકારે કડક પ્રતિબંધો લગાવવાનાં શરુ કરી દીધા છે.
શરુઆતમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે પરંતુ અહીંના લોકોને આ પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે જર્મનીનાં બોવેરિયન શહેરનાં પોલીસ અને પ્રતિબંધોનો વિરોધ કરી રહેલાં લોકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું પોલીસે લોકોને ભીડ ન કરવા અને કોરોનાના નિયમોનું પાલન કરવાંનું કહેતાં કેટલાક લોકોએ જપાજપી કરી હતી ત્યારબાદ પોલીસે પણ લોકોને દુર કરવા માટે બળપ્રયોગ કર્યો હતો આ દરમિયાન ચાર વર્ષના એક બાળકને સામાન્ય ઈજા થઈ હતી પોલીસે પહેલેથી જ લોકોને ચેતવણી આપી હતી કે તેઓ વિરોધ દરમિયાન નાના બાળકોને સાથે ન લાવે આઠ પોલીસકર્મીઓ પણ ઘાયલોના થયાના અહેવાલ છે.