સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે કાપડ અને હીર બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે પણ ભાર મુકાઈ રહ્યો છે કોરોનાના વધુ 12 કેસ સિટીમાં નોંધાયા છે જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી આજે કુલ 160 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરમાં 12 અને જિલ્લામાં 00 કેસ સાથે વધુ 12 કેસ નોંધાયા છે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144202 થઈ ગઈ છે એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2117 થયો છે
શહેરમાંથી 1કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં 142022 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 63 નોંધાઈ છે સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે ઓમિક્રોનના ખતરાને આગળ વધતો અટકાવવા માટે તથા તમામ શહેરીજનોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા આજે પ્રથમ ડોઝ માટે 45 સેન્ટર અને બીજા ડોઝ માટે 102 સેન્ટર પર બીજા ડોઝ માટે વેક્સિન અપાઈ રહી છે જ્યારે 2 વિદેશ જનારાને રસી અપાઈ રહી છે આ સાથે 11 કોવેક્સિન સેન્ટર પર રસી અપાઈ રહી છે.