દેશમાં ઓમિક્રોન વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે ગુજરાતમાં અત્યાર સુધી 13થી વધુ ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે એટલું જ નહીં ગઈકાલે કોરોનાના કુલ 179 નવા કેસ નોંધાયા હતાં રાજ્યમાં અત્યારે 837 એક્ટિવ કેસ છે જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર રાખવામા આવ્યો છે અને 825 દર્દીની હાલત સ્થિર છે ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું જેમાં તેમણે દેશમાં 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 3 જાન્યુઆરી 2022થી કોરોના વેક્સિન આપવાની અને 10 જાન્યુઆરી 2022થી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રંટ લાઈન વર્કર્સને આપવાની જાહેરાત કરી છે. લોકોના મનમાં ઓમિક્રોન અંગે ઘણી ચર્ચા ઉભી થઈ છે લોકોના મનમાં ઘઘનાં બધા સવાલો પણ ઉભા થયા છે જેમકે ઓમિક્રોનના કેસ કેમ વધે છે? ઓમિક્રોન કેટલો ઘાતક છે?ઓમિક્રોનના દર્દીની સારવાર કેવી રીતે થાય છે? ઓમિક્રોન અને અન્ય વેરિયન્ટમાં શું ફરક છે? ઓમિક્રોનના દર્દીની સારવાર કેવી રીતે થાય છે?
જવાબ એ છે કે ઓમિક્રોનના કેસ પહેલાં સાઉથ આફ્રિકા અને બોત્સ્વાના જેવા દેશમાંથી આવ્યો હતો. ત્યારબાદ ફોરેન ટ્રાવેલને લીધે તે બધા દેશમાં ફેલાયો છે. જેને લીધે ભારતમાં પણ ઓમિક્રેનના કેસ નોંધાયા છે અને અત્યાર સુધી દેશમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરનારા લોકો જ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે પણ કોઈએ ડરવાની જરૂર નથી અપને સાવધાની રાખવાણીઓ જરૂર છે ઓમિક્રોન અત્યાર સુધીના દરેક વેરિયન્ટ કરતાં ખૂબ જઝડપી વધી રહ્યો છે ઓમિક્રોન બીજા વેરિયન્ટ કરતાં ઓછો ધાતકછે .આ પહેલાં આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટ આવી ગયા છે. ડેલ્ટા વેરિયન્ટ વખતે બીજી વેવ આવી હતી. ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કરવામાં આવે તો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ઘાતક હતો.જેમાં દર્દીની હાલત પણ ખૂબ જ ગંભીર રહેતી હતી દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર પડતી હતી. આ ઉપરાંત દર્દીના મૃત્યુ પણ ઘણા થયા હતા જોકે,આ નવો ઓમિક્રોનઝડપથી ફેલાય તો છે પણ તેમાં દર્દી નોર્મલ હોય છે,અમુક લોકોમાં સામાન્ય લક્ષણ જોવા મળે છે અને અમુકનામાં તો લક્ષણ પણ નથી જોવા મળતા