બ્રિટનમાં (યુકે) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દર્દીઓ હોસ્પિટલોમાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે.
દેશના શિક્ષણ પ્રધાન નદીમ ઝહાવીનું કહેવું છે કે લંડનમાં નોંધાયેલા કોરોના સંક્રમણના ત્રીજા ભાગના કેસ નવા ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણના છે.
તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે કોરોના રસીના બે ડોઝ પૂરતા નથી અને જેઓ બૂસ્ટર ડોઝ લઈ શકે છે તેઓએ તે જરૂર લઈ લેવું જોઈએ.
FILE PHOTO: A man wearing a protective face mask walks past an illustration of a virus outside a regional science centre amid the coronavirus disease (COVID-19) outbreak, in Oldham, Britain August 3, 2020. REUTERS/Phil Noble
જાન્યુઆરીમાં શાળા ખોલવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તે દરેકને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જોકે, શાળાઓ ખુલ્લી રહેશે કે નહીં તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમને જણાવ્યું હતુ કે, ઓમિક્રોનના ખાત્મ પછી જ મહામારીની સ્થિતિમાંથી બહાર આવીશું.
યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીના મુખ્ય તબીબી સલાહકાર, ડૉ સુસાન હોપકિન્સે કહ્યું છે કે તેમને ડર છે કે હોસ્પિટલોમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધી શકે છે.
તેમણે કહ્યું કે યુકેમાં ઓમિક્રોનને કારણે અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે અહીં માત્ર બે અઠવાડિયા પહેલા વાયરસના કેસની પુષ્ટિ થઈ હતી અને દર્દીની સ્થિતિ સંક્રમણના બે અઠવાડિયા પછી જ હોસ્પિટલ પહોંચે છે.