મોબાઈલ એપ આધારિત ટેક્સી સર્વિસની સેવા આપતા ઓલા અને ઉબર થી હેરાન દિલ્હીના કેટલાક ટેક્સી ચાલકોએ લોકોની સુવિધામાં વધારો કરવા માટે મોબાઈલ આધારિત ” સેવા કેબ” એપ ની શરૂઆત કરી છે, આમા મોટી સંખ્યામાં ટેક્સી ચાલકો જોડાઈ રહ્યા છે.
“સેવા કેબ”નું ભાડુ 5 રૂપિયા કિલોમીટર રાખવામાં આવશે,આ સેવાની ખાસિયત એ છે કે આમા એપ દ્રારા બુકીંગની સાથે સામાન્ય ટેક્સીઓની સીધા સર્વિસ સ્ટેન્ડ થી પણ આ સેવાનો લાભ લઈ શકશે, ડ્રાઇવરો પૈકી ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સંચાલિત આ સેવા 1 મે થી શરૂ કરવામાં આવી છે, અને સત્તાવાર રીતે જુલાઈના અંત સુધીમાં જાહેરાત કરી દેવા આવશે.
સેવા કેબ ના સહ સંસ્થાપક અને સામાજિક કાર્યકર્તા રાકેશ અગ્રવાલ એ જણાવ્યુ હતુ કે સેવા કેબમાં અત્યાર સુધી 2000 થી વધારે ચાલક જોડાયા હતા, અને જુલાઈમાં આ સંખ્યા વધીને 3000 થી વધુ પહોંચવાના પ્રયત્નો કરવામાં આવશે.