દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગળો, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.
કાનમાં મેલ સાફ કરવા માટે : ગળોને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.
કાનમાં દુઃખાવો : ગળોના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.
સંગ્રહણી (પેચીશ) : અતિ, સુંઠ, મોથા અને ગળો ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.
કબજિયાત : ગળોનું ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરો તેનાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.
એસીડીટી : ગળોના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગળો, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.
લોહીની ઉણપ (એનીમિયા): ગળોનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.