શહેરના ઓઢવ વિસ્તારમાં યુવકે તેની પત્ની સાથે મળી અને માતા ઉપર એસિડ ફેંક્યો હોવાની ઘટના સામે આવી પુત્રે માતાને અભદ્ર શબ્દો બોલ્યા અને ઘર તેમજ દુકાન ખાલી કરી જવાનું કહ્યું યુવક અને તેની પત્નીએ એસિડ ફેંકતા સાલ અને કપડા પર એસિડ પડ્યું હતું. મહિલાને થોડી ઘણી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
ઓઢવ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 59 વર્ષીય મહિલા તેના બે પુત્રો સાથે રહે છે. મોટો દીકરો ઉપરના મકાનમાં અને નાનો દીકરો નીચેના મકાનમાં રહે છે મહિલા તેના નાના દીકરા સાથે રહે છે. મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ મહિલા બાથરૂમ જવા માટે બહાર આવી ત્યારે તેનો મોટો દીકરો અને વહુ આવ્યા હતા. દીકરાએ માતા ને અભદ્ર શબ્દો બોલ્યા અને ગાળાગાળી કરીને માતાને ઘર તેમજ મકાન ખાલી કરીને જતા રહેવા માટે કહ્યું હતું.તે પછી વહુ બોટલમાં એસિડ લઈને આવી અને દીકરાએ એસિડની બોટલ માતા પર ફેંકી જેથી માટે ઓઢેલી શાલ અને પહેરેલા કપડાં પર એસિડ પડતા કાલા પડી ગયા હતા.અને હાથ પર એસિડ પડતા દાજ્યા અને બળતરા થવાથી માતા એ બૂમાબૂમ કરવા લાગ્યા અને નાના દીકરાને જાણ થતા દીકરો દીકરો દોડી આવ્યો હતો અને તેની માતાને 108 બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.