કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત માં છે અને આજે સવારે 11 કલાકે અમદાવાદ ના સોલા ખાતે ઉમિયાધામ શિલાન્યાસ વિધીમાં હાજર રહશે, આજે સાંજે પાંચ કલાકે અમદાવાદ માં 4 લેન રેલવે ઓવરબ્રિજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે, આ સિવાય અમિત શાહ અમદાવાદ માં રાણીપ માં બગીચા ના ભૂમિ પૂજનમાં હાજરી આપશે અને સરખેજ તેમજ ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

અમિત શાહ ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં 275 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત પણ કરશે. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહશે.
આમ અમિત શાહ નું શિડયુલ ગોઠવાયું છે.
આગામી વિધાનસભા ની ચૂંટણી અગાઉ ભાજપ રણનીતી સાથે કાર્યક્રમો ગોઠવી રહ્યું છે ત્યારે તેઓના પ્રતિસ્પર્ધી પક્ષો માં પણ ચહલ પહલ જોવા મળી રહી છે.