રવીના ટંડન ટ્વિટર પર એક સક્રિય બોલિવૂડ એક્ટ્રેસ છે આ અભિનેત્રી ના 1 મિલિયન થી પણ વધુ ફોલોઅર્સ છે અને હમણાં જ એક નવા ટ્વિટ થી શનિવાર ના રોજ સાડી ડે ના દિવસે સાડી પહેરેલો એક તસ્વીર સાથે ટ્વિટ કરેલ જેના બાદ એમને માફી પણ માંગી
જોકે રવીના ટન્ડને કહ્યું કે સાડી દિવસ….. તો શુ મને સાંપ્રદાયિક , સંઘી , ભક્ત , હિન્દુવાદી આદર્શ કહેવા માં આવશે ???? અને કહ્યું કે મને સાડી પહેરવી પસન્દ છે અને તે મને સૌથી વધુ સુંદર લાગે છે
આ ટ્વિટ પછી રવીના ને સાડી ના ટ્વિટ ને સાંપ્રદાયિક રંગ આપી ટ્વિટર પર ટ્રોલ કરવા માં આવેલ જોકે એક યુઝર્સ એ એવું પણ કહ્યું કે આપ બોલિવૂડ માં પાછા આવો છો કે રાજનીતિમાં આવવા ના છો જોકે રવીના એ પોલિટિક્સ માં આવવા ની બિલકુલ ઈચ્છા નથી અને એવું પણ જણાવેલ કે ટીએમસી, કૉગ્રેસ અને ભાજપ માંથી કહેવા માં આવેલ પરંતુ તે સમયે ના પાડી દીધેલ અને ત્યારબાદ રવીના એ સ્પષ્ટતા કરેલ કે તેનો ઈરાદો કોઈ સાંપ્રદાયિક રંગ આપવા નો હતો નહીં અને સાડી એક સુંદર અને ગરિમામય પરિધાન છે અને વધુ માં કહ્યું કે મારો સાડી ને કોઈ સાંપ્રદાયિક રંગ આપવા નો હતો નહીં મને ડર હતો કે જો હું કહીશ કે મને ભારતીય વસ્તુ પસંદ છે તો મને ટ્રોલ કરવા માં આવશે પરંતુ જો આ ટ્વિટ થી કોઈ અન્ય મેસેજ ગયો હોય તો હું માફી માંગુ છું. મારો આવો ઈરાદો હતો નહીં અને મેં વિચાર્યું પણ હતું નહીં કે આ પ્રકાર નો ખોટો અર્થ નીકળશે.
