કોંગ્રેસ પાર્ટીમાં પાછલા કેટલાક સમયથી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવની માંગ ઉઠી છે. અને એમાં પણ ગુજરાતમાં એમને શરુ કરેલ ચુંટણી પ્રચાર અને લોકોના કોંગ્રેસ તરફી જુકાવ બાદ કોન્ગીઓ ગેલમાં આવી ગયા હતા. અને એમાં પણ લોકઆંદોલનના ત્રણેય નેતાઓના સમર્થન બાદ કોંગ્રેસને એમ લાગવા લાગ્યું હતું કે, હવે બાજી ફરી એકવાર કોંગ્રેસના હાથમાં આવી ગઈ છે. જો કે, અસલમાં રાજ્યસભાની ચુટણીમાં ભાજપના લાખ પ્રયત્ન છતાં અહમદ પટેલની જીત બાદથી જ કોંગ્રેસની સ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો હતો. અને એમાં પણ તાલુકા પંચાયતની ચુંટણીઓમાં મળેલ જીત બાદ કોંગ્રેસનો વિશ્વાસ વધ્યો હતો. આ ચુંટણીઓમાં અમરેલી જીલ્લા પંચાયતની , મોતાભ્ગની તાલુકા પંચાયત, પાલિકા પર કોંગ્રેસના કબજો થયો હતો. અને રાહુલ ગાંધી એ મોદી સ્ટાઇલથી હિન્દુઓના દિલ જીતવા મંદિરોના દર્શન, આરતી, ભજનો અને ચોટીલાના મંદિરના પગથીયા ચડી દર્શન કરવા જેવા કાર્યો કાર્ય હતા.
પરંતુ એ અગાઉ કોંગ્રેસે સોનિયાના અધ્યક્ષપદે બહુ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં છેલ્લે છેલ્લે કોંગ્રેસ નામશેષ થઇ જશે એમ લોકોને પણ લાગતું હતું. વધુમાં એમ પણ સાંભળવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ પાસે ચુંટણી ફંડના પણ પુરતા પ્રમાણમાં નાણા નોતા. અને આવું બનવાની ભરપુર સંભાવના રાજનીતિમાં હોય છે. કેમ કે, ડૂબતા જહાજમાં કોણ સવાર થાય ? તો બીજી તરફ ઢગલાબંધ નાના-મોટા નેતાઓ અને કાર્યકર્તા પણ હવાનો રુખ જોઈ કોંગ્રેસ છોડી ભાજપની નાવમાં સવાર થયા હતા. આ અવસરવાદી નેતાઓએ પણ કોંગ્રેસ ની આબરૂના લીરા કર્યા છે.
જો કે, લોકો પાસે અન્ય વિકલ્પ ના હોઈ જયારે કોઇપણ રાજ્યમાં સત્તાધારી પાર્ટી વિરુદ્ધ લોકોનો અભિગમ બદલાય ત્યારે એનો લાભ વિરોધી પાર્ટીને મળે છે. અને આ સિધાંત મુજબ કોંગ્રેસ પાસે હજુ સમય છે. પરંતુ લોકો મોદીના અનેક નવા પ્રયાસો અને નાની-મોટી યોજનાથી ખુશ છે. ત્યારે કોંગ્રેસ માટે એમ ૨૨ વર્ષની જુગત તોડવી આસન ના બને. નોટબંધીથી અનેક લોકો પરેશાન થયા છે પરંતુ સાવ સામાન્ય માણસો એ ક્યાંક ખુશી પણ અનુભવી છે. અને એનું કારણ સુખી સમાજ તરફ સામાન્ય માણસનો અણગમો જવાબદાર હોઈ શકે.
ત્યારે કહેવાનો આશય તે છે કે, મોદી વિરોધી લહેર માટે નોટબંધી એ પ્રમુખ કારણ ના બની શકે. એમાં પણ જયારે ગુજરાતની પબ્લિક જાણે જ છે કે, મેટ્રો હોય કે દેશ માટે રોલ મોડેલ રાજ્ય હોય કે પછી વિદેશી મહેમાનોની આવભગત હોય પણ મોદીનું ગુજરાત માટેનું ખેચાણ લોકો પણ અનુભવી શકે છે. અને તેથી જ લોકોની અને ખાસ તો ગુજરાતીઓ ની મોદી સાથેની લાગણી કે લગાવ એમ આસાનીથી કોંગ્રેસ તોડાવી નહિ શકે. માની લેવામાં આવે કે, ગુજરાત પાસે એટલી મજબુત નેતાગીરી નથી પરંતુ મોદી કેન્દ્રમાં ગયા પછી પણ ગુજરાત સાથે હર્દયથી એટલા જ જોડાયેલા રહ્યા છે. અને ગુજરાતી એ ફિલ કરી શકે છે. વળી આંદોલનકરી ૩ નેતાની ત્રિપુટીમાં પણ ભંગાણ પડવાનું ચાલુ છેહા એક વાત છે કે, મતોનું ધ્રુવીકરણ જરૂર થશે. અને ભાજપે ધારેલ સફળતા એને નહિ મળે. પરંતુ કોન્ગ્રેસને પણ એમ આસાનીથી જોરદાર કહી શકાય એવી જીત તો નહિ જ મળે.