[toggle title=”સલમાન ખાન ૫૦-૬૦ કરોડ, આમિર ખાન ૪૦ કરોડ, અક્ષય કુમાર ૪૦-૫૦ કરોડ, શાહરૂખ ખાન ૩૫-૪૦ કરોડ, રિતિક રોશન ૧૫-૨૦ કરોડ, પ્રિયંકા ચોપરા ૧૦-૧૫ કરોડ, કેટરીના કૈફ ૮-૧૦ કરોડ, કરીના કપૂર ૧૦-૧૨ કરોડ” state=”open”] [/toggle]
બાહુબલીએ ઇતિહાસ રચી દીધો છે. એવું ક્યારેય નથી થયું કે જોત-જોતામાં જ કોઇ ફિલ્મ હજાર કરોડનો આંકડો પાર કરી લે, પરંતુ બાહુબલીના બીજા સંસ્કરણે માત્ર ૯ દિવસમાં જ ૧૦૦૦ કરોડનું કલેક્શન કરી આપણા સિનેમાના ઇતિહાસમાં નવો અધ્યાય લખી દીધો છે. આમ તો અનેક નવા આખ્યાનોનો આગાજ થતો રહે છે પરંતુ બાહુબલીના પ્રભાસની કમાણી આપણા કલાકારોની આંખોમાં અવશ્ય ખટકવા લાગી છે. કોઇ બોલતું નથી પરંતુ હીરો હોય કે હીરોઇન, તમામને પોતાનો ગ્લેમર ફીક્કો લાગી રહ્યો છે. અંદરો અંદરે ક્યાંકને ક્યાંક એ વિચાર અવશ્ય ઉછાળા મારી રહ્યો છે કે હવે કંઇક તો એવું કરવું જોઇએ કે કમાણીની ઇચ્છા મનમાં ન રહે અને પહેલીની તૂલનાએ વધારે કમાણી કરવામાં આવે.
કેટલાક વર્ષો પહેલા સુધી એક ફિલ્મ જો એક કરોડનું કલેક્શન કરી લેતી હતી ત્યારે જશ્ન મનાવવામાં આવતો હતો. બાદમાં આ આંકડો ૧૦કરોડ પર પહોંચી ગયો. અને ત્યારબાદ ૧૦૦ કરોડની હોડ ચાલી રહી હતી ત્યારે બાહુબલી-રએ રૂા. ૧૦૦૦ કરોડનો ઇતિહાસ રચી સૌને ચોંકાવી દીધા. આમ તો આપણા બોલીવુડ કલાકારોની ફી ઓછી નથી. જોકે સત્તાવાર રીતે કોઇ સ્વીકારતું નથી પરંતુ સત્ય એ છે કે સિનેમામાં સૌથી વધારે કમાનારા કલાકારોમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન, રણવીર કપૂર, શાહરૂખ ખાન, કરીના કપૂર, દીપિકા પાદુકણો, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યાં છે. સિનેમાના પડદા નવો ઇતિહાસ રચનારા કલાકાર તરીકે આમિર ખાન પણ અક્ષય કુમાર જેટલી જ ફી માટે જાણીતો છે. કોઇ તેને મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહે છે તો કોઇ તેમના સમર્પણના વખાણ કરે છે. તેનું કારણ માત્ર એ જ છે કે કોઇ ફિલ્મ સાથે આમિર ખાનનું નામ જોડાતા જ ફિલ્મને પાંખો આવી જાય છે. તે ઉડવા લાગે છે અને સફળતાની ગેરંટી એ જ દિવસે આપી દેવાય છે. આમિર જે ફિલ્મમાં કામ કરે છે તેના બદલે તે રૂા. ૪૦ કરોડની ફી લે છે અને કમાણીમાં હિસ્સો અલગથી વસૂલે છે. શાહરૂખ ખાને પણ પોતાની ફીનું મોડલ આમિર ખાન જેવું જ કરી દીધું છે. આમ તો તે આપણી સિનેમાનો સૌથી લોકપ્રિય કલાકાર છે અને તેની પાસ કામ પણ સૌથી વધારે છે. પરંતુ કોઇ ફિલ્મ માટે ઓછી તો કોઇક માટે વધારે ફી લઇને પોતાનું કામ શરૂ કરી દે છે. શાહરૂખ ખાન એક ફિલ્મ માટે લગભગ રૂા. ૩૫થી ૪૦ કરોડ વસૂલે છે. અન્યોની તુલનામાં ભલે આ આંકડો થોડો ઓછો હોય પરંતુ અન્યનો તુલાનામાં વર્ષભરમાં વધારે ફિલ્મો કરી કમાણીના મામલે તે આ નીકળી જાય છે. નવી પેઢીના કલાકારોમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યો છે રણવીર કપૂર જે ફિલ્મ દીઠ રૂા. ૨૦થી રપ કરોડ વસૂલે છે. તેની હિટ ફિલ્મોની યાદી ઘણી લાંબી છે.
આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘મોહનજોદડો’માં કામ કરવા બદલ રિતીક રોશને ભલે રૂા. ૫૦ કરોડ લીધા હોય પરંતુ સામાન્ય રીતે તે રૂા. ૧૫થી ૨૦ કરોડ વચ્ચે ફી લે છે. રિતિક રોશન જે ફિલ્મમાં કામ કરે છે તે સફળ થવાની અને કમાણી કરી આપવાની ગેરંટી માનવામાં આવે છે. અભિનેત્રીઓની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ ફી વસૂલવા મામલે નંબર વન છે. આ બન્ને એક ફિલ્મને બદલે રૂા. ૮થી ૧૦ કરોડ લઇ રહી છે. પરંતુ હવે આ આંકડો વધીને રૂા. ૧૦થી ૧૫ કરોડ વચ્ચે પહોંચી રહ્યો છે. મા બનવા છતાંય કરીના કપૂરની જોરદાર માંગ છે. મા બનતા પહેલા કરીના એક ફિલ્મને બદલે રૂા. ૮થી ૧૦કરોડ વસૂલતી હતી પરંતુ હવે આ રકમ રૂા. ૧૦થી ૧૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. ત્યારબાદ નંબર આવે છે કેટરીના કૈફનો જે એક ફિલ્મ માટે રૂા. ૫થી ૭ કરોડની ફી લે છે. એક કરોડ કલેક્શનના જમાનામાં આપણા કલાકારો રૂા. પાંચથી દસ લાખ ફી વસૂલતા હતાં. ૧૦ કરોડના જમાનામાં આ રકમ ૧ કરોડની આસપાસ પહોંચી ગઇ અને હવે જ્યારે આપણી ફિલ્મોનું કલેક્શન રૂા. ૧૦૦ કરોડની હોવાની હોડ છે તો કલાકારોની ફીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પરંતુ આવનારા વર્ષોમાં આપણા હીરો અને હીરોઇનો એક ફિલ્મના કામ કરવાને બદલે રૂા. ૧૦૦ કરોડ માંગવા લાગે તો નવાઇ પામવા જેવું કંઇ જ નહીં હોય. કારણ કે બાહુબલી-રની ધરખમ કમાણીએ સૌને ચોંકાવી દીધા છે.