શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે અને શહેરમાં તમામ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ (AMC) કાર્યવાહી હાથ ધરી છે બીજીબાજુ શાળાઓમાં વિધાર્થીઓના સંક્રમણના વધતા એડમિન સ્વૈચ્છિક રીતે પ્રાથમિક શાળાઓ બંધ કરી છે.બીજીબાજુ ટ્યુશન કલાસીસ બેફામ રીતે ધમધમી ઉઠ્યા છે ત્યારે કેસોમા વધારો થતા ફરી એકવાર ટ્યુશન કલાસ બંધ થવાના એંધાણ આવી ગયા છે. જે વર્ગોના સંચાલકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિંં કરવામાં નહિ આવે તેની સામે કાર્યવાહી કરવાના અદેશો પણ આપી દેવામાં આવ્યા છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની ઉથલો લીધો છે ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસમાં અલગ અલગ શાળાઓમાં 18થી વધુ બાળકો કોરોના સંક્ર્મણ થયાનાં કેસ સામે આવ્યા છે. જોકે આવી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જરૂરી સૂચનો કરી ઓફલાઇન અભ્યાસ કાર્ય બંધ કરવાની સૂચનાઓ આપી છે. તો અમદાવાદ પશ્ચિમની કેટલીક શાળાઓએ ધોરણ 1થી 8ની સ્વૈચ્છીક રીતે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે
જોકે આ બધામાં બેફામ રીતે ધમધમી રહેલા કોચિંગ કલાસ ટયુશન કલાસ સામે સેવાઈ રહી છે રાજ્યમાં 15 હજારથી વધુ ટ્યુશન કલાસ અને અમદાવાદમાં 4500થી વધુ ટ્યુશન કલાસ ધમધમી ઉઠ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ શહેરના વિવિધ ખાણી પીણીની જગ્યાઓ પર જઈ માસ્ક નહિ પહેરનાર લોકો ને અને કોરોના ગાઈડ લાઈનો અમલ નહિ કરે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. તેવી જ રીતે હવે ઓફિસર ટ્યુશન ક્લાસમાં પણ આશ્ચર્યચકિત તપાસ કરાશે શહેરમાં ચાલતા ટ્યુશન કલાસ ખૂબ જ મૂંઝવણ જગ્યામાં ચાલતા હોય છે. આવી જગ્યામાં નિયમોનું કોઈ પાલન થતું નથી. જો આગામી સમયમાં વિધાર્થીઓના સંક્રમણ કેસોમાં વધારો સામે આવશે તો શક્ય છે. ટ્યુશન કલાસીસ બંધ કરવામાં આવે કે, પછી નિયમોનું પાલન નહીં કરનારા ટ્યુશન કલાસ સીલ કરી દેવામાં આવે.