મોંઘવારી ફાટી નીકળી છે,કોઈ કોઈ નો કોઈ ઉપર અંકુશ નથી,આવા સંજોગો માં કોરોના ની સારવાર માં જનતા બેહાલ થઈ ગઈ છે,લોકો એ સારવાર માટે ઘર,જમીન,ઘરેણાં તેમજ મહામૂલી બચત વેચી બરબાદ થઈ ગયા છે પણ બીજી તરફ ધારાસભ્યો ને સારવાર ખર્ચ મળ્યો છે તે ચોંકાવનારો છે.

આજે મીડિયા રિપોર્ટ માં આંકડા સાથે દાવો કરવામાં આવ્યો છે કે કોરોના માં ધારાસભ્યો નો ખર્ચ સરકારી તિજોરી માંથી લાખ્ખો માં વસુલ કરવામાં આવ્યો છે, યુવા ધારાસભ્ય અને હવે ગૃહમંત્રી બનેલા હર્ષ સંઘવી એ કોરોના ની સારવાર માટે કુલ રૂ. 17,50,000 ની રકમ સરકારી તિજોરી માંથી વસૂલી છે તો કોંગ્રેસ ના નિરંજન ભાઈ પટેલે રૂ.16 લાખ ની રકમ વસૂલી છે.
ગુજરાત માં ભાજપ અને કોંગ્રેસ ના કુલ 59 જેટલા ધારાસભ્યો એ રૂ.1 લાખ થી લઈ રૂ.17 લાખ જેટલી રકમ ના બિલો જૂન-2020 થી લઈ નવેમ્બર 2021 સુધી માં બનેલા છે.
ગૃહમંત્રી એ આ સમયગાળા માં કુલ ચાર બિલો મુક્યા છે જેમાં રૂ.17 લાખ ઉપર નો ખર્ચ થયો છે.
ધારાસભ્યો એ અન્ય બીમારી માટે રૂ.5 લાખ થી લઈ 60 લાખ સુધીની રકમ વસૂલી હોવાની વાત સામે આવી છે.
જોકે,કોરોના માં બરબાદ થઈ ગયેલા ગુજરાત ના નાગરિકો ને સુપ્રીમ કોર્ટ ની ફટકાર બાદ કોરોના ની સારવાર માટે 51,000 ની સહાય જાહેર કરાઇ હતી પણ તે સરળતા થી મળતી નથી અને અનેક અવરોધો માંથી પસાર થવું પડતું હોય છે ત્યારે બીજી તરફ નેતાઓ ને આરામ થી લાખ્ખો ના બિલો પાસ થઈ ગયા ની વાત સામે આવી છે.