મુંબઇઃ ભારતના ગુજરાતી ઉદ્યોગપતિએ કોરોના સંકટકાળમાં સમગ્ર દુનિયામાં સૌથી વધુ કમાણી કરવાના મામલે નંબર-1 સ્થાન મેળવ્યુ છે. આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એટલો વધારો થયો છે જેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિ વધી નથી. આ મામલામાં અદાણીએ એલોન મસ્ક અને જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા છે. જેનું મુખ્ય કારણ રોકાણકારોને અદાણીના બંદરથી લઈને વીજ પ્લાન્ટના પ્રોજેક્ટનો વિશ્વાસ છે, જેના કારણે અદાણીની ઝોલીમાં અબજો રૂપિયા આવ્યા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણીની સંપત્તિ 2021ના માત્ર થોડા મહિનામાં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ છોડી સૌથી વધુ રૂપિયાની કમાણી કરનારા વ્યક્તિ બન્યા છે. આ વર્ષે અદાણી ગ્રુપના એક સ્ટોક સિવાય તમામમાં 50% ની તેજી જોવા મળી છે.
શેર બજારમાં અદાણી જૂથની કંપનીઓની કામગીરી વિશે વાત કરીએ તો આ વર્ષે અદાણી ટોટલ ગેસ લિ.Adani Total Gas Ltd.ના સ્ટોક 96 ટકા, Adani Enterprisesના સ્ટોકમાં 90 ટકા, Adani Transmission Ltd.માં 79%, Adani Power Ltd. અને અદાણી બંદરો અને Adani Ports and Special Economic Zones Ltd.ના સ્ટોકમાં 52% નો વધારો થયો છે. Adani Green Energy Ltd ગયા વર્ષે 500% ઉછળ્યો અને આ વર્ષે અત્યાર સુધીમાં 12% સુધી વધી ગયો છે.
ચાલો તમને જણાવી દઈએ કે અદાણી સિવા એશિયાના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ આ સમયગાળા દરમિયાન 8.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. તમને જણાવી દઈએ કે અદાની ભારતમાં બંદરો, એરપોર્ટ, ડેટા સેન્ટરો અને કોલસાની ખાણોને જોડીને ઝડપથી તેના સમૂહનું વિસ્તરણ કરી રહ્યું છે.