કોરોનાનું સંક્રમણ બોલિવૂડ સુધી પહોંચી ગયું છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બન્નેને હોમ ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.અર્જુન કપૂરને સપ્ટેમ્બર 2020માં પહેલીવાર કોરોના થયો હતો અને તે પછી તે સાજો પણ થઇ ગયો હતો જ્યારે એક વર્ષ પછી તે ફરીથી કોરોના સંક્ર્મણ થયો છે.અર્જુન કપૂરની સાથે રિયા કપૂર, કરણ બુલાની, અંશુલા કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હાલમાં તેઓ આઈસોલેશનમાં છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2020 નાં રોજ કોવિડ -19 પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ અર્જુને જાહેર કિંમત જારી કર્યું હતું. પછી તેણે લખ્યું હતું કે તમારા બધાને જાણ કરવાની મારી ફરજ છે કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સારુ અનુભવી રહ્યો છું અને હું એસિમ્પટમેટિક છું. મેં ડોક્ટર્સ અને અધિકારીઓની સલાહ મુજબ મેં મારો રૂમ પણ અલગ કરી દીધો છે અને હું હોમ ક્વોરેન્ટિનમાં રહીશ તમારા કેન્દ્ર માટે હું તમારા બધાનો પહેલાથી આભાર વ્યક્ત કરુંછું અને આગળના દિવસોમાં હું તમને બધાને મારા સ્વાસ્થ્ય વિશે અપડેટ કરતો રહીશ આ અસાધારણ અને અભૂતપૂર્વ સમય છે અને મને વિશ્વાસ છે કે સમગ્ર માનવતા આ વાયરસ પર જીત મેળવીને રહશે .. ખૂબ પ્રેમ, અર્જુન.
બીજી બાજુ જોવા જઈએ તો રિયા કપૂર અને કરણ બુલાની પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે કરીના અને અમૃતાનાં કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા ત્યારે રિયા કપૂરનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું રિયાએ તેના ઘરે ગેટ-ટુ-ગેધર પાર્ટી રાખી હતી, ત્યારબાદ સેલેબ્સનાં કોરોના સંક્રમિત થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
જાણો કપૂર ફેમિલીમાં કોને કોને કોરોના સંક્ર્મણ થયા હતા : એકટર અર્જુન કપૂરને કોરોના,અર્જુન કપૂરની બહેન અંશૂલા કપૂરને કોરોના,અનિલ કપૂરની પુત્રી અને જમાઇને પણ કોરોના,પુત્રી રિયા અને જમાઇ કરણ બુલાનીને કોરોના,કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં થયા હતા સામેલ તમામને હોમ કવોરોન્ટાઇન કરાયા