સુરત :
રાજદ્રોહ નો સામનો કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે…. સુરતન રાજદ્રોહ કેસમાં કોર્ટમાં મુદ્દતે હાજર ન રહેવા બદલ હાર્દિક સામે આ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે…..જો કે વોરન્ટ જામીનલાયક હોવાનું પણ હાર્દિકના વકીલે જણાવ્યું છે…..
સુરતમાં પાસ નેતા હાર્દિક પટેલ સામે પોલીસ વિશે ભડકાઉ ભાષણ કરવા બદલ અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો….ત્યારબાદ હાર્દિકનો જેલવાસ શરૂ થયો હતો….જો કે હાઈકોર્ટના આદેશ બાદ શરતી જામીને હાર્દિકનો લાજપોર જેલમાંથી છુટકારો પણ થયો હતો…..આ સમય દરમ્યાન હાર્દિકે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દર મહિનાની મુદતે હાજરી આપવાનું નક્કી કરાયું હતું…પરંતુ છેલ્લી બે મુદતથી હાર્દિક સુરત કોર્ટમાં હાજર રહ્યો ન હતો…..જેની નોંધ સરકારી વકીલે અને કોર્ટ દ્વારા લેવામાં આવી હતી….હાર્દિક સમાજના સામાજિક કાર્યક્રમોના કારણે બને મુદતે સુરત કોર્ટમાં હાજર ન રહ્યો હોવાનું કારણ વકીલ યશવંતવાળા એ રજૂ કર્યું હતું….આ માટે હાર્દિકના વકીલે આપેલી લેખિત અરજી પણ આજ રોજ કોર્ટ દ્વારા નામંજૂર કરી ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું….હાર્દિકના વકીલ યશવંતવાળાએ જણાવ્યું હતું કે ,કોર્ટમાં હાજર ન રહેવા પાછળનું કારણ લેખિતમાં દર્શાવવામ આવ્યું હતું…જે મામલે દલીલો પણ કરવામાં આવી હતી….પરંતુ કોર્ટ દ્વારા આ દલીલો ગાહય રાખવામાં આવી ન હતી….વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક સામે ઇસ્યુ થયેલ વોરંટ જામીનપાત્ર છે… ..જેમાં રૂપિયા પાંચ હજારના બોન્ડ પર હાર્દિક નો સ્થળ પર જ જામીન ઉપર છૂટકારો થઈ જશે…