દુધની પ્રોડક્ટ બનાવતી દેશની નંબર વન કંપની અમુલને બોમ્બે હાઇકોર્ટે ઝટકો આપતા તેની આઇસક્રીમની જાહેરાત પર રોક લગાવી છે.ક્વોલીટી વોલ્સ આઇસક્રીમ બનાવતી હિન્દુસ્તાન યુનીલીવર કંપનીએ કરેલી અરજી અંગે બોમ્બે હાઇકોર્ટે આ નિર્દેશો આપ્યા હતા.હિન્દુસ્તાન લીવરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે અમુલે પોતાની આઇસક્રીમની જાહેરાતમાં એવું દર્શાવ્યું હતું કે તેમની કંપનીના આઇસક્રીમમાં વેજીટેબલ ઓઇલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ માટે હાનિકારક છે.
https://www.youtube.com/watch?v=n24pTus__bg
હિન્દુસ્તાન લીવરની અરજી પર જસ્ટીસ કથાવાલાએ જણાવ્યું હતું કે તેમણે જાહેરાતની સામગ્રી જોઇ અને તે પરથી જણાય છે કે આ જાહેરાત દ્રારા ફ્રોઝન ફુડની તમામ કેટગરીઓ પર લોકોને નફરત થઇ જાય તેવો ઇરાદો સ્પષ્ટ જણાય છે.જાહેરાતની સ્ટોરીલાઇન જોતાં લાગે છે કે વનસ્પતિ અને વેજીટેબલ ઓઇલ વાપરીને બનાવેલ દરેક પ્રકારના ફ્રોઝન ડેઝર્ટ આરોગ્ય માટે હાનિકારક હોય છે અને તેને ખરીદીને ખાવા ના જોઇએ.આ જાહેરાત વારંવાર ટીવી પર પ્રદર્શિત કરવામાં આવે છે જેના કારણે દર્શકોમાં ખોટી માહિતી જાય છે અને તેમનામાં ગેરસમજ ફેલાય છે.