ભારતમાં કોરોનાવાયરસના સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 559 દિવસમાં સૌથી ઓછી નોંધાયેલી છે. દેશમાં હાલમાં કોવિડ-19ના 93,277 સક્રિય કેસ છે. સક્રિય કેસો કુલ કેસના 1 ટકાથી ઓછા છે, 0.27 ટકા, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,992 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટ વિશે વાત કરીએ તો, તે માર્ચ 2020 પછી સૌથી વધુ 98.36% છે. છેલ્લા 24 કલાકમાં 9,265 લોકોએ કોરોના વાયરસને માત આપી છે, આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,41,14,331 થઈ ગઈ છે.
તો બીજી તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. જોકે, તેની સાથે જૂનો મૃત્યુઆંક પણ ઉમેરાયો છે.