આઇફોન (iPhone) બનાવનારી કંપીન એપલના સીઇઓ ટિમ કુકનો આજે જન્મ દિવસ છે. ટિમ કુકનો જન્મ 1 નવેમ્બર 1960એ Alabama થયો હતો. તેમનો જન્મ એક ખૂબ સામાન્ય પરિવારમાં થયો હતો. ટિમ કુક, એક સમયે છાપુ વેંચીને ઘર ચલાવતા હતા. સાથે જ તે તેમની માતાની સાથે ફાર્મસીમાં કામ કરતા હતા. પરંતુ કંઇક કરવાની ઇચ્છા તેમને એક નવા મુકામ પર પહોંચાડી દીધા છે. તમને જણાવી દઇએ કે તે ઓગસ્ટ 2011થી ટિમ કુક એપલના સીઇઓ પદ પર છે. એપલના સીઇઓ ટિમ કુકને 2018માં 84 કરોડ રૂપિયાનું બોનસ મળ્યું. કુકે 2017માં 65 કરોડ રૂપિયાનું બોનસ મળ્યું હતું.
– જેને લઇને તેમણે ઇન્ડસ્ટ્રીઅલ એન્જિન્યરિંગનો અભ્યાસ કર્યો. તેમના એક ટીચરે તેમને a solid B-plus કે A-minus student કહેતા હતા. 11 ઓગસ્ટે 2011એ ટિમ કુકને એક ફોન આવ્યો જેનાથી તેમની લાઇફ બદલાઇ ગઇ. જ્યારે તેમણે ફોન ઉઠાવ્યો તો બીજી તરફ સ્ટીવ જોબ્સ હતા. તેમણે કુકને પોતાના ઘરે આવવા માટે કહ્યું, તે સમયે જોબ્સને કેન્સરની બીમારી હતી અને તેના માટે ઇલાજ ચાલી રહ્યો હતો.
– વર્ષ 2003માં તેમણે આ બીમારી અંગે ખબર પડી કુકે જોબ્સને પુછ્યું કે તે ક્યારે આવે તો જોબ્સે કહ્યું તરત આવે, કુક તરત તેમના ઘરે પહોંચી ગયા જોબ્સે તેમણે જણાવ્યું કે તે ઇચ્છે છે કે ટિમ કુક કંપનીના સીઇઓ બને.
હવે રોજના 3 કરોડ રૂપિયા કમાણી
– વર્ષ 2018ના આંકડા મુજબ ટિમ કુકને વેતન તરીકે 21 કરોડ રૂપિયા મળે છે. સાથે જ 847 કરોડ રૂપિયાના વેલ્યુ શેર મળ્યા. અન્ય ભથ્થા તરીકે 4.77 કરોડ મળ્યા. આ રીતે તેમની કુલ કમાણી 956.77 કરોડ રૂપિયા રહી. જેથી રોજની તેમની આવક 3 કરોડ મળે છે. કુકની કમાણીનો મોટો ભાગ એપલના શેરથી આવે છે.
– તેમણે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ તરીકે શેર મળે છે. તેની સંખ્યા એસએન્ડપી 500ની કંપનીઓ મુકાબલે એપલના શેરના પરર્ફોમન્સના આધાર પર નક્કી થાય છે.
જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક એપલને થયો 92270 કરોડનો નફો
– એપલનો નફો જુલાઇ-સપ્ટેમ્બરમાં વાર્ષિક આધાર પર 3 ટકા ઘટીને 13.7 અરબ ડોલર થયો.
– કંપનીના ફ્લેગશિપ પ્રોડક્ટ આઇફોનના વેચાણમાં ઘટાડાના કારણથી નફા પર અસર પડી. આઇફોનના વેચાણ પાછળ વર્ષની સપ્ટેમ્બર ત્રિમાસિકના મુકાબલે 9 ટકા ઘટીને 33.4 અરબ ડોલર રહી.
– કુલ આવક 2 ટકા વધીને 64 અરબ ડોલર રહી. કંપનીએ બુધવારે ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા. એપલના સીઇઓ ટિમ કુકે કહ્યું કે સર્વિસ, વિયરેબલ્સ, અને આઇપેડનું વેચાણ વધવાથી રેવેન્યુમાં નફો થશે.
– કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક 85.5 અરબ ડોલરના રેવેન્યુની આશા વ્યક્ત કરી છે.હોલીડે સીઝનના કારણથી વેચાણમાં નફો થવાની આશા છે.