નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે.
10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂરના વિસ્તારો સુધી પાણીનો લાભ આપી શકાશે.
7 મહાનગર પાલિકાઓ, 165 શહેરો અને 9 હજાર થી વધુ ગામોને પીવાનું પાણી મળશે. 3.32 કરોડ મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. જેની કિંમત રૂ.13.25 કરોડ થાય છે.
બંધ ઇજનેરીની અદભૂત કમાલ ગણાય છે. વિખ્યાત બુર્જ ખલીફા જેવા 27 મકાનો બનાવી શકાય અને લંડનથી ન્યુયોર્ક સુધીનો પાકો રસ્તો બનાવી શકાય એટલી બાંધકામ સામગ્રી તેના નિર્માણમાં વપરાઈ છે.