ચીખલીનું કવોરી પ્રકરણ તપાસનો વિષય!
પોરબંદરના કથિત ગેરકાયદે કરોડોના ખોદકામનો મામલો બહાર આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં થતાં ખનીજ ખોદકામમાં હાથ ધરનારી તપાસ નવસારી જીલ્લાનું ચીખલી મથક હાલમાં કવોરી ઉદ્યોગના કારણે જાણીતું બની રહ્યું છે.
નિયમો અનુસાર કામ થાય છે કે કેમ? તેમજ પર્યાવરણ મામલે ઉઠેલી ફરીયાદોને ધોળીને પી ગયેલા નફફડ જવાબદારો હજુપણ હરકતમાં આવ્યા હોય તેવું જણાતું નથી. ત્યારે ખાણ-ખનીજ વિભાગમાં રાજય સ્તરે ચાલતી ગોબાચારીનો પરપોટો ફૂટે તેવા સંજાગો ઉભી થઇ રહ્યા છે પોરબંદરનો ખનીજ વિભાગનો મામલો હવે નેશનલ બની ચૂક્યો છે અને અરજદાર દ્વારા પોરબંદરમાં ૨૦,૦૦૦ કવેરફૂટ ઉપર કરાયેલા ચૂનાના પથ્થરોના ખોદકામ મામલે મંત્રી બાબુ બોખીરીયા અને તેના ફેમિલિ મેમ્બરો સામે આરંભેલી લડતનો મામલો કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર મામલામાં તપાસના આદેશ અપાયા છે અરજદાર દ્વારા જે વિસ્તારમાં ખોદકામ કરાયું છે તે વિસ્તારના ૩૧ જેટલા ગુગલ અર્થના ફોટોગ્રાફસ પણ રજૂ કરાયા છે અત્રે નોંધનીય છે કે જમીન ઉપર થતા ફેરફારોની નોંધ ગુગલ અર્થ ઉપર ૧૫-૨૦ મિનિટે અપડેટ થતી હોય છે અને તેના ટેકનીકલ પોઇન્ટના આધારે વિગતો મેળવી શકાતી હોય છે જાકે નામદાર કોર્ટે ગુગલ ઇમેજીસ સાથે સાથે ભૂમિ તળ એટલે કે ગ્રાઉન્ડ સરવે કરી રીપોર્ટ આપવા માટે એક સ્પેશ્યલ ટીમ દ્વારા સરવે હાથ ધરાય તે પ્રમાણે ગતિવિધિ તેજ બનાવી છે ગુજરાતમાં આ વિભાગમાં કરોડો રૂપિયાની ગેરરીતી થતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે અને પોરબંદરમાં શંકાની સોય રાજકારણીઓ સામે તકાયેલી રહી છે તેજ રીતે દરેક જગ્યાએ વગદાર લોકો મોટા કૌભાંડો આચરતા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ચીખલી પંથકમાં ચાલતા કવોરી ઉદ્યોગમાં પણ ગુગલ ઇમેજીસ અને ખોદકામ અંગેની કાયદેસરતા તપાસનો વિષય બની હોવા અંગે લોકોમાં માંગ ઉઠી રહી છે એટલું જ નહીં જાહેર જનતાના સ્વાસ્થ અને પર્યાવરણ મામલે થઇ રહેલી અવગણના પણ સબંધીતોને મોંધી પડી શકે તેમ છે કારણ કે આપણા લોકશાહી દેશમાં ખુરશી ઉપર બેઠેલા જવાબદારોએ એ ન ભૂલવું જાઇએ કે તેઓ સરમુખત્યાર દેશમાં કામ નથી કરતા અને તે વાત યાદ રાખીને કામ કરે તે જરૂરી છે. બીજી તરફ ટૂંકે સમયમાં ખોદકામ સ્થળોએ થનારી તપાસ અંગેનો રેલો ચીખલી સુધી પહોંચે ત્યારે તળીયા ઝાટક તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.