નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટેના નવા અભ્યાસવર્ષ માટેની વિવિધ અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાઓના પરિણામો બહાર આવવાનો સમય આવી ગયો છે. જેમાં આજે ગુજકેટ પરીક્ષાનું પરિણામ બહાર પડી ગયું છે.
ધોરણ ૧૨ સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ૧૧મીએ આપેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરાયું છે.આ પરીક્ષામાં કુલ ૧,૩૨,૯૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ અને બી ગ્રુપમાં મળીને કુલ ૧૩૨૭ વિદ્યાર્થીઓને ૯૯ પીઆર આવ્યા છે. તો ૯૦ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૨૯૦ છે. પરિણામ સાથે જ માર્કશીટ પણ આપી દેવાશે.
૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૬૬૫, ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં ૬૬૨, ૯૮ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૧૩૪૦,૯૮ પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં ૧૩૧૨, ૯૬ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૨૭૧૨,૯૬ પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં ૨૬૫૬, ૯૨ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૫૩૫૧. ૯૨ પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં ૫૨૯૩, ૯૦ પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં ૬૭૦૦ અને ૯૦ પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં ૬૫૯૦. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૭માં લેવાયેલી SSC પરીક્ષાનું પરિણામ ૨૯મી મેએ જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦નું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે ૮ વાગ્યે ઓનલાઈન મુકવામાં આવશે.