ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળી
ગુજરાત રાજ્યના મંદીમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના રૂ.14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ સરકારે જાહેર કર્યુ છે. ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રોજગારી આપે છે. જે માંડ 4 ટકા જ સહાય ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર આપી શકી છે. આ મોટી નિષ્ફળતા છે. જો તમામને સહાય આપવી હોય તો એક વર્ષમાં માંડ આપી શકાશે.
1.30 લાખ MSME એકમોની લોન-સહાય એપ્લીકેશન મંજૂર કરીને બે જ સપ્તાહમાં રૂ. 8200 કરોડની સહાય મંજૂર કરીને દેશભરમાં સૌથી વધુ રૂ.4175 કરોડની લોનનું વિતરણ કરાયુ છે. મંજૂર કરેલી રકમની 50 ટકા મદદ માંડ મળી છે. રૂ. 6, 30, 769 સરેરાશ એક એકમને મળ્યા છે.
13 હજાર ઊદ્યોગ-એકમોને એટ વન કલીક સહાયની રકમ મળી છે તેમાં સૌથી વધુ સુરતમાં 6108 એકમોને રૂ.294 કરોડ અને અમદાવાદમાં 2086 એકમોને રૂ.125 કરોડ મુખ્યત્વે છે.