રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે. એવો મુખ્ય પ્રધાન દાવો કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે 2024 સુધીમાં દેશમાં દરેક પરિવારને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવા નલ સે જલ યોજના શરૂ કરી છે. ગુજરાત 2 વર્ષ વહેલાં 2022 સુધીમાં દરેકના ઘરે પાણી આપવાનું નક્કી કરાયું છે. ગાંધીનગર મહાનગર સમગ્ર દેશમાં પીવાના પાણીનો ચોવીસે કલાક સપ્લાય આપનારું પહેલું અને એકમાત્ર શહેર બનવાનું છે. પાણી ના કરકસર યુક્ત અને વિવેક પૂર્ણ ઉપયોગ ને પ્રેરિત કરવા ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે.
ગાંધીનગર શહેરને રોજનું 6.5 કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હવે તેને વધારીને રોજ 16 કરોડ લિટર પાણી પૂરું પાડી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે.
આ તો કરો રૂપાણી
15 ઓકટોબર 2018માં પાટનગર ગાંધીનગર શહેરમાં માથાદિઠ સૌથી વધુ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. તેમ છતા રહિશોની પાણીની માંગણી સંતોષી શકાતી ન હતી. સેક્ટર-5માં 5 કરોડની ઓવરહેડ ટાંકી બનાવી હોવા છતા જુના સેક્ટરોમાં પુરતા પ્રમાણમાં કે પુરતા ફોર્સથી પાણી પુરવઠો આપવામાં આવતો ન હતો. પાણીની ટાંકી બન્યા બાદ નવા સેક્ટરો અને જુના સેક્ટરોમાં એક સાથે સવારે જ પાણી પુરવઠો આપવામાં આવે છે.
1200 ટીડીએસનું પાણી
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા ગામમાં 2000 લોકો માટે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. 1600 TDS પાણી પીવે છે. 300 TDS સુધીનું પાણી પીવાલાયક હોય છે.
ડહોળું પાણી
20 સપ્ટેમ્બર 2019માં એક વર્ષ પહેલાં ગાંધીનગરમાં ડહોળા પાણીની સમસ્યા હતી. આજે ચાલું છે. 5 વર્ષથી આવું છએ. લોકોના સ્વાસ્થ્યને જોખમ છે. પાણી શુધ્ધ કરવાના પ્લાન્ટમાં આધુનિકતાનો અભાવ હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગર શહેરમાં અગાઉ અમદાવાદની જેમ સાબરમતી નદીનું પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ મારફતે આપવામાં આવતું હતું. હાલ નર્મદા નદીનું કેનાલ મારફતે પાણી નગરમાં આપવામાં આવે છે. મુખ્યપ્રધાને રીસાઈકલ્ડ પાણી વાપરવા ઊદ્યોગગૃહો, બાગ, બગીચામાં વાપરવા આદેશ કર્યો હતો. તેથી ભૂગર્ભ જળ અને નર્મદા જળ ઓછા વપરાશે.
મુખ્યપ્રધાને 31 જુલાઇ 2019 સુધી રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકારે દર વર્ષે આયોજન કરવું પડે છે.
2020થી 2025માં શું થશે
2025માં સૌરાષ્ટ્ર- કચ્છની પાણીની વાર્ષિક જરૂરિયાત 14 હજાર જરૂરીયાત સામે 10 હજાર મી. ધ.મી. હશે. 41 ટકા પાણી ઓછું હશે.
ઉત્તર ગુજરાતની પાણીની જરૂરિયાત 18 હજાર મી. ઘ.મી.ની સામે 10 મી. ધ.મી.ની હશે. 82 ટકા ઓછું પાણી હશે.
દક્ષિણ ગુજરાતની પાણીની જરૂરિયાત 15 હજાર મી. ઘ.મી.ની સામે 28 હજાર મી ઘ.મી. રહેશે. અહીં પાણી વધું હશે.
19 ગામોમાંથી 4659 ગામમાં પાણી ખરાબ છે. ફ્લોરાઈડ, નાઈટ્રેટ, સેલિનિટીની અસરવાળા પાણી મળે છે. ખરાબ પાણી ધરાવતાં ગાંધીનગરમાં 96માંથી 32 ગામો છે. તેને શુદ્ધ પાણી તો આપો. અમદાવાદ જિલ્લામાં 786 ગામમાંથી 299 ગામો રોગ થાય એવું ખતરનાર પાણી પી રહ્યાં છે.
રાજ્યમાં ફલોરાઈડ અસરવાળા 2826 ગામ, નાઈટ્રેટની અસરવાળા 785 ગામ, સેલિનિટીની અસરવાળા 1048 ગામો મળી છે. તેમને શુદ્ધ પાણી તો આપો, પછી ઘરેઘરે નળની વાતો કરો.