સગીરના વયના બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું નવસારીમાં ધોરણ 12ની વિધાર્થીનીએ ટૂંકાવ્યું જીવન.
ગુજરાતમાં દિન પ્રતિદિન સગીર વયના બાળકોના આત્મહત્યાનાં વધતાકેસોથી સામાજિક ચિંતા વધી છે. એવું તો શું કારણ છે કે તરુણ વયના છોકરા – છોકરીઓ સામે ચાલીને આત્મ હત્યા જેવું આત્યંતિક પગલું ભરે છે ? છેલ્લા પાંચ દિવસમાં આ ચોથી-પાંચમી ઘટના સામે આવી છે મંગળવારે જ વડોદરામાં ધોરણ 12મા અભ્યાસ કરતા બે જોડિયા ભાઈઓએ આત્મહત્યા વહોરી હતી,જેમાં એક ભાઈનું મોત નીપજ્યું હતું. હવે, દક્ષીણ ગુજરાતના નવસારીના જલાલપોરનાં વેસ્મા ગામની 12માં ધોરણમાં અભ્યાસ કરતી તરુણીએ આત્મહત્યા વહોરી લેતા ચકચાર મચી ગઈ છે જો કે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે જેમાં, પોલીસ તપાસ હાથ ધરી રહીછે . નવસારીના જલાલપોરમાંના વેસ્મા ગામે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી તરુણીએ આત્મહત્યા કરી લેતા તર્ક -વિતર્ક ઉઠયા છે. કયા કારણોસર સગીરાએ પોતે મોત વહાલું કર્યું તેનું રહસ્ય અકબંધ છે. પોલીસ આ ઘટનાને તલસ્પર્શી રીતે તપાસી રહી છે. ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ કરી રહી છે
સંસ્કારી નગરી વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેલા બે જોડિયા ભાઈઓએ અગમ્ય કારણોસર સોમવારે મોડી સાંજે આપઘાત કરી લેતા એકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બંન્ને ટ્વીન્સ ભાઈએ પોતાના જ ઘરના સ્ટડી રૂમમાં પંખા પર ફાંસો લગાવીને એકસાથે આપઘાત કરી લીધો હતો. આ જોડિયા ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં અને બે દિવસ બાદ બંનેની પરીક્ષાઓ શરૂ થવાની હતી. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા પરીક્ષાના ડરે આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. બાળકોના માતા-પિતા શિક્ષક હોવાનું ખુલ્યું છે. જો કે, સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં 10 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાધો. કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. પરિવારમાં પત્ની પણ આર્થિક ગુજરાન ચલાવવા દેરાસરમાં કામ કરે છે. ત્યારે 10 વર્ષની સૌથી મોટી પુત્રી જે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી તેણે આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પરિવાર જ્યારે કૌટુંબિક પ્રસંગે ગયો હત્યારે પુત્રીને સાથે આવવાનું કહેતા ના પાડી દીધી હતી. ત્યારબાદમાં જ્યારે પરિવાર પ્રસંગમાંથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો ખખડાવ્યા હોવા છતા નહિ ખોલતા ઘરની પાછળની બારીએથી પિતાએ પુત્રની લટકતી હાલતમાં જોઈ હતી. જે બાદ ઘરનો દરવાજો તોડી પિતા ઘરમાં ઘૂસ્યા હતા, બેભાન અવસ્થામાં પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી પરતું તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા ત્રણ દિવસમાં કાળજું કંપાવી દે એવી ત્રીજી ઘટના ગુજરાતમાં બની છે.આ ઘટના એટલે 13 વર્ષથી પણ નાની વયના બાળકોની આત્મ હત્યા. પહેલા હિમતનગરમાં 9 વર્ષીય બાળકીએ અગમ્ય કારણોસર આત્મહત્યા વહોરી, તો રાજકોટમાં પણ એક સગીરાએ આત્મહત્યા વહોર્યા બાદ, હવે મોરબીના એક વિસ્તારમાં નજીવા કારણોસર બાળકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બાળ માનસને સમજવું અઘરું થઇ પડે તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. સવાલ થાય છે કે, બાળકો કેમ આપઘાત કરે છે અને બાળકોની માનસિક સ્થિતિ કેમ બગડે છે? મોબાઈલ યુગના કારણે બગડે છે સ્થિતિ? કેમ નાના બાળકો આપઘાત તરફ વળે છે? TV સિરિયલ, શૉ અને અન્ય કારણો જવાબદાર છે? સાયકોલોજીસ્ટોના શું છે મત? માતા-પિતાએ શું રાખવું પડશે ધ્યાન? બાળકની સ્થિતિ કેમ બગડે છે? બાળકોની આસપાસ બનતી ઘટના જવાબદાર છે?