અમદાવાદ
વરસાદના પહેલા રાઉન્ડમાં સમગ્ર રાજયને પોતાની અમીવર્ષાથી તૃપ્ત કરી દેનાર મેઘરાજા હવે તા.૧૩થી ૧૬ જૂલાઇ દરમ્યાન તેમના બીજા રાઉન્ડમાં ધમાકેદાર પધરામણી કરે તેવા એંધાણ પ્રવર્તી રહ્યા છે. હવામાનખાતાની આગાહી પ્રમાણે, તા.૧૩થી ૧૬ જૂલાઇ દરમ્યાન અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સારા વરસાદની આગાહી છે. જા કે, આ ત્રણ દિવસ દરમ્યાન રાજયના ઘણાખરા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને દમણ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાવાની પૂરી શકયતા છે. કચ્છ પર સીસ્ટમ સક્રિય બની હોવાથી અને અપરએર સરક્યુલેશન સીસ્ટમ બનતાં હવે મેઘરાજાના બીજા રાઉન્ડમાં ઘણો સારો વરસાદ નોંધાવાની શકયતાઓ પ્રબળ બની છે. બીજીબાજુ, આજે અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરો અને પંથકોમાં હળવાથી ભારે વરસાદ અને ઝરમર વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. મેઘરાજાએ પહેલા રાઉન્ડમાં તેમની જારદાર એન્ટ્રી કરી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને તો પાણી-પાણી અને જળબંબાકારમય કરી નાંખ્યા હતા. ખાસ કરીને બનાસકાંઠા, રાજકોટ-મોરબી અને સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારોમાં તો ત્રણ-ચાર દિવસના અનરાધાર વરસાદે તારાજી સર્જી હતી. જા કે, ત્યારબાદ મેઘરાજાએ વિરામ લેતાં પરિÂસ્થતિ થાળે પડી હતી અને સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો.