અમદાવાદ:
[highlight]લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોમાં માનનારા ભાજપાના ધૂરંધર નેતાઓ વસ્ત્રાપુર તળાવ પાસે ૨ કલાક ઉભા રહેશે !!: આજે સાંજે અમદાવાદમાં જાહેરમાં બીજેપીના લીડરો નાગરિકો પાસેથી સૂચનો મેળવશે અને એના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે[/highlight]
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે બીજેપી દ્વારા ગુજરાતમાં પ્રજાના મત જાણીને ચૂંટણી ઢંઢેરો બનાવવા માટેની તૈયારી શરૂ કરી છે અને એના ભાગરૂપે બીજેપીના આગેવાનો આજે સાંજે અમદાવાદમાં જાહેરમાં નાગરીકો પાસેથી પ્રજાલક્ષી સૂચનો મેળવશે. નાગરિકો પાસેથી સૂચનો લેવામાં આવશે એ વિશે વિચારણા કરી સૂચનોના આધારે ચૂંટણીઢંઢેરો બીજેપી દ્વારા ઘડવામાં આવશે.
અમદાવાદ બીજેપીના મીડિયા વિભાગના ડો. અમિત જ્યોતિકરે કહ્યું હતુ કે ‘લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતમાં માનનારી બીજેપી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રજાનો મત જાણવા તેમ જ તેમનું મન જીતવા માટે સંકલ્પપત્ર (ચૂંટણીઢંઢેરો) માટેના પ્રજાલક્ષી સૂચનોને આવકારવા માટે આજે અમદાવાદમાં સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન વસ્ત્રાપુર તળાવ પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસ, પ્રદેશ પ્રવકતા ભરત પંડયા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ ઉપસ્થિત રહેશે અને નાગરીકોને મળીને તેમના સૂચનો મેળવશે.