અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવુ માળખુ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જુદા જુદા આગેવાનોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેરના કોંગ્રેસ પ્રમુખ પદે ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા જાહેર કરાયેલા પ્રદેશ કોંગ્રેસના માળખામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂની નિમણૂક કરાઈ છે. જ્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશભાઈ વોરાની વરણી કરાઈ છે.
પ્રદેશ કોંગ્રેસના માળખામાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે લલીતભાઈ કગથરાની વરણી કરાઈ છે. જ્યારે મોરબી પંથકના કોંગ્રેસના અગ્રણી બ્રિજેશભાઈ મેરજાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પદે વરણી કરાઈ છે.
સેક્રેટરી તરીકે રાજકોટના કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપૂત, દિનેશભાઈ ચોવટીયા અને રામદેવભાઈ મોઢવાડીયાની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઈલેકશન કેમ્પેઈન કમિટિમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલની નિમણૂક કરાય છે. જ્યારે મીડીયા કન્વીનર તરીકે કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી શકિતસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. જ્યારે પ્રચાર પ્રસારમાં પોરબંદરના કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા અને જનાર્દનભાઈ ત્રિવેદીની નિમણૂક કરાઈ છે.
ચૂંટણી ઢંઢેરાની કમિટી :
ચેરમેન | મધુસુદન મિસ્રી |
કન્વિનર | દીપક બાબરીયા |
કન્વિનર | ગૌરવ પંડ્યા |
ચૂંટણી પબ્લિસીટી અને સાહિત્ય સમિતિ :
ચેરમેન | અર્જુન મોઢવાડિયા |
કન્વિનર | ડૉ. વિજય દવે |
ચૂંટણી કેમ્પેન કમિટી :
ચેરમેન | સિદ્ધાર્થ પટેલ |
ચૂંટણી મીડિયા કમિટી :
ચેરમેન | શક્તિસિંહ ગોહિલ |
કન્વિનર | હિમાંશુ વ્યાસ |
ચૂંટણી કો- ઓર્ડિનેશન કમિટી ( શહેરી વિસ્તાર)
ચેરમેન | નરેશ રાવલ |
ઉપ પ્રમુખ :
- સત્યજીત ગાયકવાડ
- જગદીશ ઠાકોર
- પ્રવિણ રાઠોડ
- બાબુ માંગુકીયા
- વજીરખાન પઠાણ
- કાશ્મીરાબેન મુન્શી
- જશોદાબેન પરમાર
- ભીખુભાઇ વારોતરીયા
- ધીરૂ ગજેરા
- પુનાજી ગામીત
મહાસચિવ :
- ડૉ. વિજય દવે
- હિમાંશુ વ્યાસ
- શશીકાંત પટેલ
- મનુસિહં પરમાર
- દિલીપ પટેલ
- ઇકબાલ શેખ
- બ્રિજેશ મેરઝા
- પરિમલ સોલંકી
- કનુભાઇ વાઘેલા
- પ્રહલાદ પટેલ
- બાબુભાઇ કાપડીયા
- પી.કે. વાલેરા
- માનસિંહ ડોડીયા
- ગોપાલસિંહ રાઠોડ
પ્રવક્તા :
- અમીબને યાજ્ઞિક
- બદરૂદ્દીન શેખ
- જયરાજસિંહ પરમાર
- કેલાસ ગઢવી
- રાજન પ્રિયદર્શી
- પરાજ્યદિત્યસિંહ પરમાર
- નૈષધ દેસાઈ
શહેર અને જિલ્લા પ્રમુખ :
ઇન્દ્રનીલ રાજ્યગુરુ | રાજકોટ શહેર |
કમલેન્દ્રસિંહ પુવાર | અરવલ્લી |
મોતીભાઈ ચૌધરી | ડાંગ |
સતીષ વિરડા | જૂનાગઢ શહેર |
લલિત કગથરા | મોરબી |
હિતેશ વોરા | રાજકોટ જિલ્લો |
મણીભાઈ પટેલ | સાબરકાંઠા |
જગદીશ પટેલ | વડોદરા શહેર |
જે.ટી પટેલ | જામનગર જિલ્લો |
ધર્મેશ પટેલ | નવસારી |
હરજીવનભાઈ નારણભાઈ | મહીસાગર |
અજીતસિંહ ભાટી | પંચમહાલ |