અમદાવાદ શહેરમાં દૂષિત પાણી સીધા નદીમાં આવતા સોસાયટીઓની ખેર નથી. કારણકે દૂષિત પાણી નદીમાં છોડવામાં ઔદ્યોગિક એકમો બાદ હવે ગુજરાત હાઈકોર્ટે રહેણાંક સોસાયટી કે પોતાનું દૂષિત પાણી નદીમાં છોડે છે, તેમની સામે લાલ આંખ કરી છે.જે સોસાયટીઓ દૂષિત પાણી નદીમાં છોડે છે, તેમની સામે કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટે બિંદુ આપ્યું છે કોર્પોરેશનને આ પ્રકારે પાણી છોડતી સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારો સામે ફરિયાદ કરવા અને તેમના તમામ પ્રકારના કનેક્શન કાપી નાખવા માટે પણ કહ્યું છે.
આ સુનાવણી દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક અહમ વાતનો ખુલાસો કર્યો કે જે ઔદ્યોગિક એકમોના કનેક્શન કાપી નાખ્યા હતા. તે પૈકી બે એકમોએ ફરીથી પોતાની કામગીરી ચાલુ કરી છે જે મામલે કોર્ટે મોટી નારાજગી વ્યક્ત કરતા કોર્પોરેશનની સામે પોલીસ ફરિયાદ કરી નજર રાખવા કહ્યું છે.ફક્ત એટલું જ નહીં પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલક તરફથી હાજર રહેલા એડવોકેટે કોર્ટ સમક્ષ કથન આપ્યું કે 12 જેટલી રહેણાંક સોસાયટીઓ પોતાનું કનેક્શન અવેધ રીતે STPમાં આપેલું છે. જે બાબતે કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને AMCને આ પ્રકારની રહેણાંક સોસાયટી સામે નજર રાખી સખ્ત કાર્યવાહી કરી સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છેસાબરમતી નદીમાં ઢોળવામાં આવતા પ્રદૂષિત પાણી મામલે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ એજ રહે છે અને ફરીવાર ખાનગી એકમોને નિરાશા થઈ છે. અમદાવાદ શહેરની 9 મોટી ઇન્ડસ્ટ્રી દ્વારા કોર્પોરેશનની કનેક્શન કાપવાની કામગીરીને પડકારતા અરજી કરી હતી જે.બી.પારડીવાલાની અને વૈભવી નાણાવટીની ખંડપીઠે આ ઔદ્યોગિક એકમોને સાંભળ્યા બાદ પાણી છોડવા માટેની પરવાનગી ન આપતા કોર્પોરેશનને પોતાની ચાલુ રાખવા માટે નિર્દેશ આપ્યા છે.
મોટી વાત એ છે કે મેગા પાઇપલાઇન જેની મારફતે ઉપચાર પ્લાન્ટનું પાણી નદીમાં ઠલવાય છે. જેમાં કુલ 66 કનેક્શન છે, જે પૈકી 33 ગેરકાયદેસર કનેક્શન હોવાનું નિવેદન મેગા પાઇપલાઇન તરફથી કોર્ટમાં હાજર રહેલા અધિકારી આપ્યું છે. સાથે સાથે આ અધિકારીએ કોર્ટ સમક્ષ દૂષિત પાણીના નિકાલ માટે ‘ડિપ સી’ પ્રોજેક્ટના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનું નિવેદન આપ્યું છે. જેમાં મેગા પાઈપલાઈનનું કનેક્શન 103 કિલોમીટર સુધીની સમુદ્ર સુધી લઈ જવામાં આવશે જે બાદ સમુદ્રની અંદર 22 કિમિ સુધી આ પાઈપલાઈન લઈ જવામાં આવશે. આ સાંભળીને જસ્ટિસ પારડીવાલાએ તરત જ એટલે કે સુનાવણી દરમિયાન આવેલા સમય, એટલે કે 1 વાગ્યાથી જ તે મામલે કાર્યવાહી શરૂ કરી દેવા કહ્યું આ દરમિયાન હાઈકોર્ટે ફરી એકવાર પ્રદૂષણ બોર્ડ અને અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે અત્યાર સુધી કોઇએ ધ્યાન દોર્યું નથી એટલે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. સુનાવણી દરમિયાન વિવિધ ઔદ્યોગિક એકમોએ પોતાના કનેક્શન કાપી નાખવાના નિર્ણયને સામે તર્ક પણ કરી હતી. જેમાં એક ઔદ્યોગિક એકમે કહ્યું કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી અને જો આ પરિસ્થિતિ રહી તો એકમ બંધ કરવાનો વારો આવશે.