ગોવા ના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ભારે અશમંજસ ની સ્થિતિ જોવા મળી રહી છે તેવા સમયે રજા ઓના માહોલ માં જ
ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હા દ્વારા મનોહર પાર્રિકરને મુખ્યમંત્રી નિયુક્ત કરવાના ફેંસલાને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસના વકીલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ કોંગ્રેસની અપીલ પર તરત સુનાવણી કરવા માટે તૈયાર છે અને આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ જે એસ ખેહરના આવાસ પર સોમવાર સાંજે આ પ્રકારે અરજી દાખલ કરવામાં આવી. સુનાવણી માટે એક વિશેષ પેનલનું ગઠન કરાયું છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં હોળીના કારણે એક અઠવાડીયાની રજા છે.
ગોવા કોંગ્રેસ વિધાયક દળના નેતા ચંદ્રકાંત કવલેકર તરફથી દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે પાર્રિકરના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર રોક લગાવવામાં આવે. એવી પણ માગણી કરવામાં આવી છે કે પાર્રિકરને મુખ્યમંત્રી નિયુક્ત કરવાના રાજ્યપાલના ફેંસલાને રદ કરવામાં આવે. કોંગ્રેસે સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો રજુ કર્યો છે. કોંગ્રેસે ગોવાના રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની માંગણી કરી છે. આ મામલે કોંગ્રેસ વિધાયકો આજે રાજ્યપાલની મુલાકાત પણ કરનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે આમ સ્થાનિક સ્તરે ગોવામાં રાજકારણ માં ઉથલ પાથલ અને દોડધામ ના દ્રસ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે આજે શુ નિર્ણય આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે