અમદાવાદમાં લૂંટફાટ અને ઘરફોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. તેની સાથે સાયબર ફ્રોડના ગુનાઓનો ગ્રાફ પણ ઘણો ઉંચો જઇ રહ્યો છે ત્યારે રસ્તામાં એકલા લોકો જતાં વ્યક્તિઓના ગળામાંથી ચેઈન તોડીને ભાગી જતાં ચેઈન સ્નેચરો પણ વધુ પ્રમાણમાં સક્રિય થયાં છે. આ પ્રકારના અપરાધ કરવાવાળાને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી તેમ બેફામ લૂંટફાટ કરી રહ્યાં છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડીને બે શખ્સો નાશી ગયા જેની ફરિયાદ મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.માહિતી અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં એક મહિલા એક્ટિવા લઈને વોટર બેગ રીપેર કરવા નીકળ્યાં હતાં.તેઓ વોટર બેગ રીપેર થયા બાદ તેને લઈને પોતાના ઘર બાજુ પરત જતા હતા આ દરમિયાન રોંગ સાઈડમાં એક બાઈક પર મોંઢે કાળું કપડું વીટીને આવી રહ્યાં હતાં. તેમણે તે મહિલાના એક્ટિવાને થોડું અથડાવ્યુ .જેથીતે મહિલા એક્ટિવા પરથીનીચે પડવા જેવા થઈ ગયા આ દરમિયાન બંને શખ્સોએ તે મહિલા ગળામાંથી 40 ગ્રામની 80 હજારની કિંમતની સોનાના મણકા વાળી ચેઈન તોડીને ફરાર થઈ ગયાં હતાં.ચેઈન સ્નેચર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી ગળામાંથી ચેઈન તોડીને ભાગી જનારા શખ્સોને કારણે તે મહિલા ખુબ ગભરાઈ ગઈ હતી એમને ઘરમાં આ બાબતે કોઈને જાણ ના કરી .તેઓ પૂરા બનાવને કારણે બીમાર થયાં હતાં પણ સ્વસ્થ થયા બાદ તેમણે સમગ્ર ઘટના અંગે તેમના પતિને જાણ કરી જેથી તેમના પતિએ પોલીસમાં ફરિયાદ આપવાનું નક્કી કરતાં તે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલા બનાવની ફરિયાદ નોંધાવી હતી