ફોલિયોમાં મોટી વૃદ્ઘિ થવામાં મુખ્ય હિસ્સો રીટેલ શ્રેણીના રોકાણકારોની વધેલી સંખ્યા
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસિસને ૪૦ લાખથી અધિક ઇન્વેસ્ટર અકાઉન્ટ્સ પ્રાપ્ત થયાં છે, પરિણામે રીટેલ રોકાણકારોનાં ખાતાંની સંખ્યા ૫.૯૪ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી છે. વ્યકિતગત રોકાણકારના ખાતાને જે નંબર આપવામાં આવે છે એને ફોલિયો કહેવામાં આવે છે. ૨૦૧૬-‘૧૭ના આખા વર્ષ દરમ્યાન ૭૭ લાખ અને ૨૦૧૫-‘૧૬માં ૫૯ લાખ ફોલિયોનો ઉમેરો થયો હતો. સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર જુલાઇના અંતે ફોલિયોની સંખ્યા માર્ચ અંતમાં ૫,૫૩,૯૯,૬૩૧ થી ૪૦.૪૧ લાખ વધીને ૫,૯૪,૨૦,૮૬૪ની વિક્રમ સપાટીએ પહોંચી હતી.
ફોલિયોમાં મોટી વૃદ્ધિ થવામાં મુખ્ય હિસ્સો રીટેલ શ્રેણીના રોકાણકારોની વધેલી સામેલગીરી છે. ઇકિવટી, બેલેન્સ્ડ અને ડેટ ફન્ડ્સમાં રોકાણકારોની વૃદ્ધિની ટકાવારી બે આંકડાની રહી છે એમ ફન્ડ્સ ઇન્ડિયા.કોમના રિચર્સ-હેડ વિદ્યા બાલાએ કહ્યું હતું. રીટેલ રોકાણકારો ખાસ કરીને નાનાં શહેરોમાના રોકાણકારોની સામેલગીરી વધી રહી છે. બજાર નિયામક સેબીએ ફન્ડ હાઉસિસને નાનાં શહેરોમાં વિસ્તરણ કરવા માટે આપેલાં અતિરિકત પ્રોત્સાહનો અને મ્યુચ્યુઅલ ફન્ડ્સની પહોંચ વધારવા રોકાણકારોની જાગૃતિના હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોને લીધે રીટેલ રોકાણકારોની સામેલગીરી વધી રહી છે.
રીટેલ ઇન્વેસ્ટર અકાઉન્ટની વ્યાખ્યા હેઠળ આવતી ઇકિવટી, ઇકિવટી લિન્કડ સેવિંગ્સ સ્કીમ્સ અને બેલેન્સ્ડ કેટેગરીઝમાં ઉકત ચાર મહિના દરમ્યાન ફોલિયોની સંખ્યા ૩૬ લાખના વધારા સાથે ૪.૮ કરોડથી અધિકની થઇ છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ઉકત સમયગાળા દરમ્યાન એકંદરે ૧.૫૭ લાખ કરોડનું રોકાણ આવ્યું છે. જેમાં ઇકિવટી અને ઇકિવટી લિન્કડ સેવિંગ્સ સ્કીમનો હિસ્સો જ ૪૧,૦૦૦ કરોડ રૃપિયાથી અધિક છે અને બેલેન્સ્ડ ફન્ડ્સમાં ૩૦,૦૦૦ કરોડ રૃપિયાથી અધિક રોકાણ આવ્યું છે.કન્વર્ટ કરવા અહીં ટેક્ષ્ટ પેસ્ટ કરો.