દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ ભાજપમાં રાજીનામું પડતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જશુભાઈ રાઠવાએ પક્ષની સૂચનાથી આ રાજીનામું આપ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
જશુભાઈ ભાજપમાં ઘણા સમયથી જોડાયેલા છે ત્યારે છેલ્લા 30 વર્ષથી ભાજપમાં તેઓ સક્રીય છે ત્યારે રાજીનામું આપતા તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે.
જશુ રાઠવા હાલમાં અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખની જવાબદારી નિભાવતા હતા. જશુ રાઠવાએ માત્ર ભાજપના હોદ્દા પરથી જ નહીં પરંતુ ન્યૂ ગુજરાત પેટર્ન પ્લાનિંગ કમિટીના સભ્ય અને ભાજપના સક્રિય સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે.
લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપ નવો રેકોર્ડ બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. તેવામાં ગત દિવસોમાં આદિવાસી બહુત ડાંગ જિલ્લા પ્રમુખ દશરથ પવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી ડાંગ જિલ્લામાં અન્ય બે નેતાઓએ રાજીનામું આપી દીધું હતું. સીઆર પાટીલના ગઢમાં બે રાજીનામાં પડ્યા હતા ત્યારે આ વખતે છોટાઉદેપુરમાંથી પણ વર્ષો જૂના પક્ષમાં રહેલા નેતાનું પણ રાજીનામું સામે આવ્યું છે. આ પ્રકારે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. હતા ત્યારે ફરી ડાંગ બાદ છોટા ઉદેપુરનું રાજકારણ પણ ગરમાયું છે.