નવી દિલ્હી: ટાટાની હસ્તક કંપની જગુઆર લેન્ડરોવરનું વેચાણ જૂન મહિનામાં 51,591 નોંધાયું છે. આ વેચાણ ગત વર્ષના જૂન મહિના કરતાં 11% વધ્યું છે. આ સાથે જ કંપનીએ વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ 1,37,463 કારનું વેચાણ કર્યુ છે, જે ગત વર્ષના બીજા ક્વાર્ટર કરતાં 3.5% વધ્યું છે.
JLR ગ્રુપ સેલ્સ ઓપરેશનનાં ડાયરેક્ટર એન્ડી ગોસનાં જણાવ્યા પ્રમાણે જગુઆર લેન્ડ રોવરનું ભારતમાં સતત વધતું વેચાણ એક હકારાત્મક પાસું છે.
ઉલ્લેખનીય છે કે જગુઆર બ્રાન્ડનાં 15,343 યુનિટ અને લેન્ડ રોવર બ્રાન્ડનાં 36,248 યુનિટ આ સમય દરમિયાન વેચાયા છે. એક્સપર્ટ્સનાં જણાવ્યા પ્રમાણે આ વેચાણ GST પહેલાંની અસર પણ હોઇ શકે છે.