નવી દિલ્હી: તેલંગાણામાં જમીન સાથે જોડાયેલ વધુ એક કૌંભાંડ સામે આવ્યું છે. તેલંગાણા સરકારે 15000 કરોડની જમીનને લઈને તપાસના આદેશ આપ્યા છે. આ ગોટાળો વિપક્ષ દ્વારા બહાર લઈ આવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકારે તપાસના આદેશ આપ્યા હતા. વિપક્ષના આ પગલાં બાદ સરકારે દબાવમાં આવીને તમામ શંકાસ્પદ ડીલ રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
આ ગોટાળામાં માઈક્રોસોફ્ટ, ગૂગલ જેવી મોટી કંપનીઓ ઉપરાંત ડીએલએફ, શપુરજી પોલનજી અને માય હોમ્સ ગ્રૂપના નામ સામે આવ્યા છે.
આ ગોટાળા બાદ મોટી મોટી કંપનીઓ તેલંગાણામાં તેમની જમીનના રોકાણ મુદ્દે ચિંતિત છે.સાયરસ ઈન્વેસ્ટમેન્ટના ફોર્મર એટર્ની પીએસ પ્રસાદ પર તાજેતરના જમીન કૌંભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કૌંભાંડ બહાર આવ્યા બાદ સરકાર માટે શરમજનક બાબત એ છે કે મોટા ભાગના દિગ્ગજ નેતાઓ આ કૌંભાંડ સાથે જોડાયેલા છે.