સુરત :હવામાન ખાતાની આગાહી પ્રમાણે સુરત સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.તો મેઘરાજાની એકાદી બેટિંગ વચ્ચે હલકા થી ભારે વરસાદી ઝાપટા પણ સુરત તેમજ જિલ્લામાં નોંધાયા હતા….જેને લઈ વાતાવરણમાં પણ ખુશનુમા માહોલમાં ફેરવાઈ ગયો હતો…
મેઘરાજાએ મોડી રાત્રે એકાદી ધુવાંધાર બેટિંગ કર્યા બાદ લાંબો વિરામ લીધો હતો…જો કે બપોર બાદ શહેર સહિત જિલ્લામાં હલકાથી લઈ ભારે વરસાદી ઝાપટા નોંધાયા હતા.જેના કારણે વાતારણમાં પણ પલટો જોવા મળ્યો હતો….સુરત તેમજ જિલ્લામાં બપોરના સમય બાદ મેઘરાજાએ પોતાની એન્ટ્રી બોલાવી હતી…જેને લઈ શહેરમાં કેટલાક ઠેકાણે મિલી મીટર માં વરસાદ નોંધાયો હતો…સુરતમાં છેલ્લા ત્રણ કલાકમાં નોંધાયેલ વરસાદી આંકડા આ પ્રમાણેના છે…
-ઉમરપાડા- 5 મિમી
– બારડોલી – 2 મિમી
– મહુવા – 2 મિમી
– માંગરોળ – 5 મિમી
– વલસાડ- 2 મિમી
– સુરત શહેર-2 મિમી…..