વડોદરા: કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને ટેકો આપવા માટે, પશ્ચિમ રેલવેના વડોદરા રેલ્વે ડિવિઝન અઠવાડિયા સુધી લાંબા કાર્યક્રમોના આયોજન દ્વારા ‘સ્વચ્છ ભારત પખવાડા’ની ઉજવણી કરી રહ્યું છે.
આ ઉજવણીના ભાગ રૂપે રેલ્વે ડિવિઝને સ્વચ્છતા હેલ્પલાઇન શરૂ કરી છે. મુસાફરો વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે કચરા અને ગંદકીના ફોટો ક્લિક કરી શકે છે અને આ માટે શરુ કરાયેલ એક હેલ્પલાઈન નંબર પર મોકલી શકે છે જેથી તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તમામ સ્થળોએ સ્વચ્છતા રાખવામાં આવે. આ હેલ્પલાઇન નંબર 9724091426 હશે. જે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતાના સૂત્રો સાથે લખવામાં આવ્યો હશે.
યુવાનોને પ્રોત્સાહિત કરવા અને શિક્ષિત કરવા માટે, નવીનીકૃત સેલ્ફી કટ-આઉટ મૂકવામાં આવશે જ્યાં મેસેજ લખવામાં આવ્યો હશે કે ‘મે હૂ સ્વચ્છ નાગરિક’, જ્યાં મુસાફરો કોટો ક્લિક કરી શકશે.
લોકોને ટ્રેક પર કચરો ફેકતા રોકવા માટે ત્રણ ભાષામાં ટ્રેક અને પાણીની પાઈપો વચ્ચે ‘આ રેલ્વે ટ્રેક છે, કચરાપેટી નથી’ લખાયેલા સ્ટીકરો લાગવવામાં આવશે.
કચરાપેટીના સ્થાન સૂચકો પણ મુકવામાં આવશે, જેથી મુસાફરોને કચરો તેના યોગ્ય સ્થાન પર ફેકવા માટે પ્રોત્સાહન મળ