એક જ મહિના પહેલાજ સેમસંગે પોતાના આ ફ્લેગશીપ મોડેલમાં ₹4000નો ઘટાડો કર્યો હતો. હવે કંપનીએ ફરી એકવાર આ ફોનની કિંમતમાં ₹5000નો ઘટાડો કર્યો છે. આ છૂટ Samsung Galaxy S8+ના 6GB રેમ અને 128GB સ્ટોરેજના વેરિએન્ટ પર આપવામાં આવી છે.
સેમસંગની પોતાની ઈ-કોમર્સ સાઇટ પર આ ફોન હાલ ₹65900માં વેચવામાં આવી રહ્યો છે. જ્યારે ફ્લિપકાર્ટ પર પણ આ જ કિંમતમાં તેનું મિડનાઇટ બ્લેક મોડેલ ઉપલબ્ધ છે. આ ફોનની લોન્ચિંગ પ્રાઇસ ₹74900 હતી.
હવે વધુ મજાની વાત એ છે કે હાલ આ ફોનનું 4GB રેમ અને 64GB સ્ટોરેજ ધરાવતું વેરિએન્ટ પણ ₹64,900માં વેચાઇ રહ્યું છે. એટલે કે તેના અપગ્રેડેટ મોડેલ કરતા ₹1000નો જ ફેર છે. ભારતમાં આ ફોન એક્સીનોસ 8895 ચિપસેટ સાથે લોન્ચ થયો છે. જ્યારે તેના ગ્લોબલ વેરિએન્ટમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે.